ફાગણ માસમાં અષાઢી માહોલ જિલ્લામાં માવઠાની દહેશત, પાકને નુક્શાનની ભિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ફાગણ માસમાં અષાઠી માહોલ સર્જાતાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં માવઠાની દહેશત વર્તાવા લાગી છે. રવિ પાકના મબલખ પાકની આશા સેવી રહેલા ખેડૂતોની મહેનત અને ખર્ચો માથે પડે તેવી ચિંતા સતાવવા લાગી છે. જો માવઠુ થશે તો ખાસ કરીને તમાકુ અને ઘઉંના પાકને નુક્શાન થઇ શકે છે. જેથી હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઇ જાય તેવી હાલત થવાની શંકાથી ખેડૂતોમાં ફફટાડ ફેલાયો છે.
 છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો ડોકાઇ રહ્યો હતો.

તેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. તેમાંએ ગુરૂવારે સાંજે 4 વાગ્યા પછી એકાએક આકાશમાં વાદળા ઘેરાવા લાગ્યા હતાં અને તેમાં મેઘધનુષ જેવા રંગો ભરાતા દેખાવા લાગ્યા હતાં. તેની સાથે મોડી સાંજે કલોલ અને ગાંધીનગરમાં સામાન્ય છાંટા પડવા લાગ્યા હતાં. તેની સાથે ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો.  ગાંધીનગર જિલ્લામાં રવિ ઋતુ દરમિયાન કુલ 68,210 હેક્ટરમાં વાવેતર થયુ હતું. તેમાં ઘઉંનું સૌથી વધુ 26,325 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા ક્રમે બટાટાનું 8.187 હેક્ટર, તમાકુ 3,117 અને વરિયાળી 1,640 હેક્ટરમાં વાવેતર થયુ હતું.  કુલ વાવેતરમાં માણસા તાલુકો અગ્રેસર હોવાથી માણસા પંથકના ખેડૂતોમાં માવઠાની સૌથી વધુ ચિંતા સતાવી રહી છે.

તમાકુ અને ઘઉંની ગુણવત્તા નીચી જશે
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી કિરીટસિંહે જણાંવ્યું કે જો માવઠુ થશે તો સુકવવા માટે ખેતરમાં પાથરેલી તમાકુના પાંદડા પલડી જતાં માટી થઇ જાય અને ઘઉંના દાણાની ગુણવત્તને માઠી અસર થઇ શકે છે. તેમાં કાળી ટપકી દેખાવા લાગે. આ ઉપરાંત ભેજવાળુ વાતાવરણ પણ આ બંન્ને પાકને નુક્શાન પહોંચાડી શકે છે.    

ગરમીમાં સામાન્ય રાહત
બુધવારે ભર બપોરે તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો. તે પછી આજે ગુરૂવારે બપોર પછી વાતાવરણમાં એકાએક પલ્ટો આવતો હોય તેવો માહોલ સર્જાયો હતો. જો કે ગઇ કાલ કરતા આજે તાપમાનમાં ઘટાટો થતાં ગરમીમાં સામાન્ય રાહત નુભવાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...