તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષમાં કુદરતી કારણથી ખેડૂતોને 20 લાખથી વધુ નુકશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ મસાલા પાકમાં ઉત્પાદ્ન વૃદ્ધિ માટે સરકાર દ્વારા દહેગામમાં 501 અને માણસામાં 2 મળીને 503 લાભાર્થી ખેડૂતને 58.25 લાખ જેટલી રકમની સહાય આપવામાં આવી હોવાનું રાજ્યના મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું છે. તેમાં આપેલી માહિતી પ્રમાણે દહેગામ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 1220 પૈકી 305 ખેડૂતની અરજી નામંજુર કરાઇ હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં તમામ 5 અને માણસા તાલુકામાં તમામ 6 અરજી મંજુર કરાઇ હતી.

જ્યારે કલોલ તાલુકામાં 3 પૈકીની 1 અરજી નામંજુર કરાઇ હતી.  જ્યારે શાકભાજી પાકના વાવેતરમાં વેલાવાળા પાકના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ સહાય તરીકે 226 લાભાર્થીને રૂપિયા 83.39 લાખની સહાય આપવામાં આવી હોવાનું ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અતિવૃષ્ટી તથા કુદરતી હોનારતના કારણે માણસા તાલુકામાં 19.33 લાખ અને કલોલ તાલુકામાં 0.91 લાખ રૂપિયાનું નુક્શાન થયાનું અને આ સંબંધે ખેડૂતોને સહાય ચૂકવી દેવાયાનું કૃષિ મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

જિલ્લામાં વિવિધ કાંસ પર 266 નાળા બાંધવામાં આવ્યાં
ગાંધીનગર જિલ્‍લામાં કાંસ મરામત, જાળવણી અને સફાઇ ખર્ચના પ્રશ્નના જવાબમાં જળસંપતિ મંત્રીએ જણાવ્યું છે કે, સિંચાઇની સુવિધાનો વ્‍યાપ વધે તે માટે કાંસની મરામત આવશ્‍યક છે. જેના ભાગરૂપે પ્રતિ વર્ષ આ કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં સઇજ-હાજીપુર કાંસની મારામત-જાળવણી માટે 8.71 લાખ અને પાનસર-વાવોલ કાંસની મરામત જાળવણી માટે છેલ્લા બે વર્ષમાં 22.50 લાખનો ખર્ચ કરાયો છે. પૂરક માહિતી આપી કે, કલોલ તાલુકામાં 91 નાળાં, ગાંધીનગર તાલુકામાં 130 નાળાં અને દહેગામ તાલુકામાં 45 નાળાનું પ્રજાજનોની અવરજવર માટે નિર્માણ કરાયું છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો