તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતમ પગારપંચને લઇને રાજ્ય સરકારના કર્મીઓ મેદાને, સરકાર સામે સુત્રોચ્ચાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓ દ્વારા હવે 7મા પગાર પંચના લાભની માગણી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના બોર્ડ-નિગમ મહામંડળ દ્વારા આપવામાં આવેલા એલાનના સમર્થનમાં ગાંધીનગર ખાતે આવેલી જળ સંપત્તિ વિકાસ નિગમની કચેરીના કમ્પાઉન્ડમાં એકત્ર થયેલા કર્મચારીઓએ આંદોલનનું રણશીંગુ ફૂક્યુ છે. ત્યારે કર્મચારીઓ દ્વારા સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી 7મા પગાર પંચનો લાભ આપવા માગણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રિય 7મા પગાર પંચનો લાભ ઓગષ્ટ 2016થી રોકડમાં મળવાનો છે. તે પ્રમાણેના તમામ લાભ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસો અને બોર્ડ-નિગમના કર્મચારીઓને સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. તેના કારણે આ તમામ કર્મચારીઓમાં અસંતોષની લાગણી પ્રબળ બની છે. આ પ્રમાણેના પગ્રા પંચનો લાભ પુરો પાડવાની માગણી સાથે  રાજ્ય સરકારના બોર્ડ-નિગમ મહામંડળ દ્વારા એલાન આપવામાં આવ્યુ હતું.

પગારપંચ મુદ્દે સુત્રોચ્ચાર
તેના સમર્થનમાં સોમવારે જળ સંપત્તિ નિગમ ખાતેની કચેરીના કંમાપઉન્ડમાં બપોરના સમયે 2થી 2-30 દરમિયાન સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કર્મચારી હિતવર્ધક સમિતિના નેજા હેઠળ યોજાયેલા સૂત્રોચ્ચારના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં. આ અંગે સમિતિના મંત્રી એ.એન. ઠાકર અને મહામંત્રી એસ.કે પટેલે જણાવ્યું હતું કે તમામ સ્તરે રજૂઆતો કરવા છતાં હજુ સુધી 7મા પગાર પંચનો લાભ આપવામાં સરકાર દ્વારા વિલંબ થઇ રહ્યો છે. તેને કોઇ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે તેવી તેમણે ચિમકી આપી છે.
આગળ જુઓ, વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો