તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: સિગ્નેચર બ્રિજની જાહોજલાલીને દેખાડવા માટે તંત્રએ મંદિર તોડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: શહેરની પાસે આવેલી ગીફ્ટસીટીને જોડતો સિગ્નેચર બ્રિજ બનાવાયો છે. જે ગીફ્ટસીટીને ચાર ચાંદ લગાવી રહ્યો છે પરંતુ સિગ્નેચર બ્રિજને છેડે આવેલુ એક મંદિર સુંદરતામાં ઘટાડો કરતુ હતું. સોમવારે ફિરોજપુરમાં આવેલા અને સિગ્નેચર બ્રિજના છેડે રહેલા મંદિરનો તંત્રએ ખુડદો બોલાવી દીધો હતો. ગ્રામજનો મંદિર બાબતે રોષે ભરાતા તંત્ર એકદમ ઘુંટણિયે પડી ગયુ હતું અને કહ્યું કે આગામી દિવસોમાં મંદિરને બનાવી આપીશુ. ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.
મહાત્મા મંદિરના વિકાસમાં ઝુંપડપટ્ટી અવરોધ રૂપ બનતી હતી અને વિદેશથી આવનાર મહેમાનો ઝુંપડપટ્ટી દેખે તો રાજ્યની શાખ ખરાબ થતી હતી. ત્યારે દિવાલ બનાવી દેવાઇ છે. ફિરોજપુરમાં આવેલા સિગ્નેચર બ્રિજમાં પણ જોગણીમાતાજીનુ મંદિર આડે આવતા સોમવારે તેને પોલીસના કાફલા વચ્ચે તોડી નાખવામાં આવ્યું હતું. આ બાબતે ગ્રામજનો અને તંત્ર વચ્ચે ગરમા ગરમી પણ થઇ હતી. પરંતુ તંત્રએ મંદિરને નવુ બનાવી આપવાનુ કહેતા મામલો થાળે પડ્યો હતો. ગીફ્ટ સીટીને જોવા માટે વિદેશથી મહેમાનો આવવાના છે. જ્યારે પીએમ પણ આગામી સમયમાં આવી રહ્યા છે. ત્યારે ચર્ચા ચાલી રહી છેકે પીએમના રૂટમાં ઝુપડપટ્ટી અને મંદિર આવતુ હોવાથી તેને દુર કરાયુ હોવાની ગામલોકો માની રહ્યા છે.
દાદાગીરી કરીને મંદિરને તોડી પડાયું

ગામટોડાની જોગણી માતાજીનુ મંદિર વર્ષોથી આવેલુ છે અને ગામના લોકોની આસ્થાનુ કેન્દ્ર છે. ત્યારે તંત્રએ સોમવારે એકા એક આવીને મંદિર અને પાસે આવેલા બે છાપરા જેસીબી મશીન વડે તોડી નાખ્યા હતાં. આ બધુ માત્રને માત્ર વિદેશીઓને દેખાડવા માટે કરાઇ રહ્યું છે.- દિવાબેન જાદવ, સરપંચ ફિરોજપુર

આસ્થા જાળવાઇ રહે માટે નવુ મંદિર બનાવાશે

સિગ્નેચર બ્રિજ વચ્ચે મંદિર આવતુ હતુ. જેને લઇને ત્રણ વર્ષ પહેલા પંચાયતને જણાવવામાં અાવ્યું હતું. પરંતુ ગંભીર બન્યા હતાં. પરિણામે સોમવારે મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું. ગામલોકોની આસ્થા અકબંધ રહે માટે બાજુની ખાલી જગ્યામાં મંદિરનો ચાલુ દિવો મુકીને સ્થાપના કરી દેવાઇ છે. આગામી દિવસોમાં મંદિર પણ બનાવી આપવામાં આવશે.- એ કે જોશી, મામલતદાર, ગાંધીનગર
અન્ય સમાચારો પણ છે...