તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી ઝીકાને ગુજરાતમાં ઘુસતો અટકાવાવા તંત્ર એલર્ટ,રાજ્યમાં સૌપ્રથમ વર્કશોપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ઝીકા વાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝ માનવ આરોગ્ય માટે ભયાનક છે. તેને ગુજરાતમાં પ્રવેશતો અટકાવવા માટે ખાસ તકેદારીના પગલા જાહેર કરાયા છે. ખાસ કરીને આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા અને સિંગાપુરથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરાશે. તે માટે આરોગ્યની ચકાસણી બાદ પ્રવાસીનું ફોર્મ ભરાવાશે. તે પછી સતત 14 દિવસ સુધી પ્રવાસીના આરોગ્યનો રિપોર્ટ રોજેરોજ અપડેટ કરવા નિર્ણય લેવાયો છે. તે દરમિયાન તાવ સહિતના લક્ષણો જણાશે તો તેના આરોગ્યની વિશેષ ચકાસણી કરાશે.

ગાંધીનગર આઇડીએસપી શાખા અને જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો.યોગીતા તુલ્સીયાન દ્વારા ગુજરાતમાં જોવા મળેલા અત્યંત જોખમી ઝીકા ડિસીસઝ, મર્સ ડિસીઝ, ઇબોલા ડિસીઝ માટે ગાંધીનગરમાં વર્કશોપ યોજાયો હતો. તેમાં રાજ્યના આરોગ્ય શાખા અને જિલ્લા આરોગ્ય શાખાના 70 જેટલા તબિબ અને ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતાં. તેમાં ઝીકા વાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝને ફેલાતો અટકાવવાના ઉપાય અને તેની સામે આગોતરૂ આયોજન કરાયુ હતું.
 
 
2 વર્ષમાં અનેક દર્દીઓનો ભોગ લેવાયો
સ્વાઇન ફ્લ્યૂ (એચ1એન1) સામે તકેદારી રાખવામાં નહીં આવતાં છેલ્લા 2 વર્ષમાં અનેક દર્દીનો ભોગ લેવાયો છે. હવે તેને કાબુમાં લેવા જંગી ખર્ચ કરવા છતાં યોગ્ય પરિણામ હાંસલ થઇ શક્યુ નથી. જેથી હવે ઝીકા વાયરસ ડિસીઝ સામે જાગૃતિ અતિ આવશ્યક બની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા વિશ્વમાં હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે.
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો