તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર : ઠાકોર સેનાએ રસ્તા પરથી ઉલેચી ગંદકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ભાદરવી પૂનમે અંબાજીના દર્શન કરવા જતા હજારો પદયાત્રીઓની સેવા કરવા ઠેર ઠેર સેવાકેન્દ્રો ખોલીને તેમની સેવા કરાય છે. ત્યારે પદયાત્રીઓ દ્વારા ચા, પાણી, આઇસ્ક્રીમ આપવામાં આવે છે. જે રોડ ઉપર બાદમાં જોવા મળે છે. ત્યારે ગાંધીનગરના ટીંટોડા ગામની ઠાકોર સેના દ્વારા રોડ સાઇડમાં પડેલી ગંદકીને ઉલેચવામાં આવી હતી. ટીંટોડા ઠાકોર સેનાના દિવાનજીએ કહ્યું કે અંબાજી માતાજીના મંદિરે લાખ્ખો માઇ ભક્તો પદયાત્રા ચાલતા જાય છે.

અંબાજી જતા પદયાત્રીઓને અપાયેલી ડીસો,પેપર કપ, પ્લાસ્ટિકથી ગંદકી ફેલાઇ

માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે. પરંતુ માઇભાઇ ભક્તોને સેવાકેન્દ્રો દ્વારા પુરી પાડવામાં આવતી ખાદ્ય સામગ્રીની સેવાથી રોડ સાઇડમાં ગંદકી થાય છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટીક અને પેપર કપ,પેપર ડીસ સહિતના કચરાને દુર કરવા ઠાકોર સેનાના યુવાનો દ્વારા સોમવારે ટીંટોડા, આદરજ રોડ ઉપર થયેલી ગંદકીને અભિયાન હાથ ધર્યુ હતું.

પદયાત્રીઓ પસાર, હવે ચાર દિવસ સફાઇ ઝુંબેશ ચાલશે

ગાંધીનગર : કલેક્ટર સતિષ પટેલે જણાવ્યું કે જગદંબાના દરબારમાં પહોંચીને દર્શનનો લ્હાવો લેવા જઇ રહેલા પદયાત્રીઓની સંખ્યા હવે સાવ ઘટી ગઇ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ગામે ગામ, દરેક નગરપાલિકા વિસ્તાર અને મહાપાલિકા વિસ્તારમાં સફાઇની ઝુંબેશ ચલાવવામાં આવશે. પદયાત્રીઓ આરામ કરવા માટે જુદા જુદા સ્થળે રોકાતા હોવાથી અને તેમની સેવા માટે પંડાલો મોટી સંખ્યામાં ચાલતાં હોવાથી ફેલાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને સાફ કરવા માટે સતત 4 દિવસ ઝુબેશ ચલાવવામાં આવશે. જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન માટે સફાઇ ઝુંબેશ શરૂ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો