તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર એપોલો હોસ્પિટલનો મામલો: દુષ્કર્મનો આરોપી તબીબ પાકિસ્તાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર પાસેની એપોલો હૉસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી યુવતી પર દુષ્કર્મ કરનાર તબીબ પાકિસ્તાનનો હોવાનું બહાર આવવા સાથે હોસ્પિટલમાં એકથી વધુ પાકિસ્તાની તબીબો હોવાના ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ને ઈનપુટ મળ્યા છે. જેને પગલે આઇબીએ હૉસ્પિટલ મૅનેજમેન્ટ પાસેથી વિગતો માગી છે. બીજી તરફ આ બાબતે પૂછતાં તંત્રે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. કેસને ગંભીરતાથી લેતા પોલીસ સક્રિય થઇ ગઇ છે. એપોલોમાં કેટલા પાકિસ્તાની તબીબ ફરજ બજાવે છે. તેની માહિતી માંગવામાં આવી છે.
-હોસ્પિટલ તંત્ર પાસે તબીબોની વિગતો મંગાઈ, ગૃહવિભાગને જાણ કરાઈ

ભારત પાકિસ્તાન દેશોના સંબંધો પહેલેથી કડવા છે. વારંવાર દુશ્મન દેશ ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે ત્યારે એપોલો હૉસ્પિટલમાં તબીબ રમેશ ચૌહાણ અને સર્વન્ટ ચંદુ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે, જેમાં તબીબ મૂળ પાકિસ્તાનો વતની છે અને ત્રણ વર્ષની વર્ક રેસિડેન્સિયલ પરમિટ લઈને આવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે આ બાબતે વધુ ગંભીરતા બતાવી છે. પોલીસે આ અંગે ગૃહ વિભાગને પણ જાણ કરી છે.
-અમે કઇં કહી શકીએ નહીં : પીઆરઓ
એપોલો હોસ્પિટલના પીઆરઓ સંદિપ જોશીએ કહ્યું હતુ કે ડૉ રમેશ ચૌહાણ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જરૂરી પ્રક્રિયા અને નિયમોનુસારની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી મંજુરી મેળવીને હોસ્પિટલની સેવામાં જોડાયા હતાં. આ સમગ્ર કેસ તપાસ હેઠળ હોવાથી આ દિશામાં અમે કઇ કહી શકીએ તેમ નથી
-તબીબે ફોરેનર એક્ટનો ભંગ કરતા વધુ એક ગુનો દાખલ

ઇન્સપેક્ટર કે કે પંડ્યાએ જણાવ્યું કે ફોરેનર એક્ટની કલમ 14બીસી મુજબ વિદેશમાંથી વર્ક રેસીડેન્સીયલ પરમીટ લઇને આવનારે પહેલા કોઇ એક જિલ્લામાં રહેવાનુ અને કામ કરવાનુ હોય છે. ત્યારે આરોપી તબીબ રમેશ ચૌહાણે અમદાવાદ જિલ્લામાં નોકરી અને રહેવાનુ જણાવ્યું હતું. જ્યારે હાલમાં તે રહે છે અમદાવાદમાં પરંતુ ગાંધીનગર જિલ્લાના ભાટમાં આવેલી એપોલો હોસ્પિટલમાં નોકરી કરતો હતો. ત્યારે ફોરેનર એક્ટનો ભંગ કરવા બદલ વધુ એક ગુનો નોંધ્યો છે.
-પીડીત યુવતી, આરોપીઓના કપડા, મોબાઇલ, બેડની ચાદરો કબજે લેવાઇ

એપોલો હોસ્પિટલમાં યુવતિ ઉપર દુષ્કર્મ કેસની ફરિયાદ દાખલ કરાયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.તે દરમિયાન પોલીસે પીડીતા અને બંને આરોપીઓના કપડા, ચાદરો અને મોબાઇલ જપ્ત કર્યા હતાં. રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે કરાયા હતા. પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવીને એપોલો હોસ્પિટલમાં નોકરી કરનાર તબીબ સામે રેપની ફરિયાદ દાખલ થયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.

-એપોલો હોસ્પિટલના રેપ કેસના બંને આરોપી જેલ હવાલે: પાસપોર્ટ જપ્ત

અડાલજ પોલીસના પીઆઇ કે કે પંડ્યાએ કહ્યું કે બે દિવસના રીમાંડ દરમિયાન પીડીત યુવતિના તથા બંને આરોપીઓના કપડા કબ્જે કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાંથી બેડ પરની ચાદર સહિતની સામગ્રીને લઇ લેવાઇ હતી. આરોપી તબીબ પાકિસ્તાની નાગરિકતા ધરાવતો હોવાથી પાસપોર્ટ જપ્ત કરાયો હતો. બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા શનિવારે ગાંધીનગર જ્યુડીશીયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં બંને આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે કરવા મેજીસ્ટ્રેટે હુકમ કર્યો હતો.
-આરોપી તબીબે પાકિસ્તાનમાં એમબીબીએસ કર્યુ છે

એપોલો હોસ્પિટલમાં દર્દી યુવતિ પર રેપ કરનાર ડૉ. રમેશ ચૌહાણ મૂળ પાકિસ્તાનનો વતની છે. આરોપી તબીબે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલી લીયાકત યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવેલી છે અને વર્ષ 2014માં વર્ક રેસીડેન્સીયલ પરમીટ લઇને ગુજરાતમાં આવ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બંને આરોપીઓની ગુરુવારે ધરપકડ કરી હતી, ડેન્ગ્યુની બિમારીને લઇને એક યુવતિ એપોલો હોસ્પિટલમાં દાખલ કરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો