તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર: પ્રમુખ સ્વામી સાથે અક્ષરધામના હરિભક્તોનો આધ્યાત્મિક અનુભવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં દુનિયાભરના હરિભક્તો શોકાતુર બન્યા છે. 18 વર્ષની ઉંમરે દિક્ષા લેનાર પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની વયે સાળંગપુરમાં અંતિમ શ્વાસ લઇને હરીચરણ પામ્યા છે. પ્રમુખ સ્વામીનો અક્ષરવાસ થતાં દેશ અને દુનિયામાં રહેલા હરિભક્તો સાળંગપુર તેમના અંતિમ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરે પ્રમુખ સ્વામી સાથેના આધ્યાત્મિક અનુભવ અંગે હરિભક્તોના મુખથી બાપાના પ્રેમભર્યા ભાવોને જાણ્યા હતાં. અક્ષરધામ ખાતેના સ્વયં સેવકો અને હરિભક્તોની આંખો પ્રમુખ સ્વામીજી દ્વારા તેમની કાળજી અને પ્રેમ દર્શાવતા સ્મરણો વાગોળતા ભીની અને ગમગીન બની ગઇ હતી.
પ્રમુખ સ્વામીએ કહ્યું... તો તારે અહીં અક્ષરધામમાં રહીને સેવા કરવાની છે..
2012ની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમદાવાદ વિચરણ વખતે બાપાને અંગત મળવાનું થયુ હતું. એ સમયે મે બાપાને પુછેલું ‘બાપા આપણું અક્ષરધામનું પાકું છે ને? અહીંયા અમેરીકા જવાના વિઝા માટે ઘણા પ્રયત્નો લોકોને કરવા પડે છે, તો આપણું અક્ષરધામના વિઝાનું કેમનું છે ?પ્રમુખ સ્વામી મહારાજ કરૂણા વર્ષાવતા મારી તરફ જોઇ રહ્યા હતાં. તેમણે કહ્યુ કે ગાંધીનગરમાં અક્ષરધામ થયુ છે તો અહીં સ્વયં સેવકોની જરૂર પડશે કે નહિં ? મેં કહ્યું હા બાપા જરૂર તો પડશે.. પછી સ્વામી બાપાએ કહ્યું તો તારે અહીં રહીને સેવા કરવાની છે અને જ્યાં સુધી હું ના ન કહુ ત્યાં સુધી સેવા કરજે.’ મેં સહજતાથી એ વખતે કહ્યુ કે ‘હા બાપા હું સેવા કરીશ’.- જિતેનભાઇ વણજારા, હરિભક્ત અક્ષરધામ
બાપાના માત્ર દર્શનથી જ પુષ્કળ હેતની વર્ષા થઇ અને આજે સેવક બની ગયો
મારે કોઇ પરિવારીક સબંધ નથી કે નથી બ્લડ રીલેશન તેમ છતાં હું બાપાનો સેવક ક્યારે બન્યો ખબર જ ના પડી, જો સ્વામી બાપાએ મને સ્વીકાર ના કર્યો હોત તો સમાજ માટે હું ભારરૂપ વ્યક્તિ હોત, હું જે વિસ્તારમાં રહેતો હતો, ત્યાં ચોરી, લૂંટફાટ અને વ્યસનના દુષણો મારામાં નાનપણથી આવી ગયા હતાં. એક વાર મારો મિત્ર મને શાહીબાગ સ્વામીનારાયણ મંદિરે મને લઇ ગયો હતો. ત્યાર બાદ અચાનક મારૂ જીવન પરિવર્તિત બન્યુ હતું. બાપાના માત્ર દર્શનથી જ પુષ્કળ હેતની વર્ષા થઇ અને તેના લીધે આજે હું સમાજ સેવા કરી શક્યો છું. મારા જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ માતા-પિતા, ભાઇ-મિત્ર બન્યા છે. બાપાએ મને સાચવ્યો છે.-સંતોષ કુલકર્ણી, હરિભક્ત અક્ષરધામ
આગળની સ્લાઇડમાં વાંચો,બાપાએ એવી કરૂણા વર્ષાવી કે હુ ક્યારે સમર્પિત થઇ ગયો તેની જાણ પણ ન થઇ...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો