તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસ કર્યા વિના અસીલ પાસેથી ફી લેનાર વકીલ સસ્પેન્ડ, કાઉન્સિલમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર:  ગાંધીનગરના નિવૃત્ત સરકારી કર્મચારીના જમીન સંપાદનનો કેસ લડવાના બહાને અમદાવાદના વકીલે રૂ. 3 લાખનો ચૂનો ચોપડ્યો હતો. 2 વર્ષ પહેલાંની ઘટનામાં રૂપિયા લેનારા વકીલે રેવન્યુ વિભાગમાં કેસ ફાઇલ જ ન કર્યો નહોતો. વકીલે આપેલો ચેક પણ રિટર્ન જતાં નિવૃત્ત કર્મચારીએ ધી ડિસિપ્લિનરી કમિટી ઓફ બાર કાઉન્સિલમાં ફરિયાદ કરી હતી, જેને પગલે 3 વર્ષ માટે વકીલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી રૂ. 50 હજારનો દંડ કર્યો છે.  

સેક્ટર 6માં રહેતા કેપિટલ પ્રોજેક્ટના નિવૃત્ત કર્મચારી ડાહ્યાભાઈ પ્રજાપતિની સરગાસણ સ્થિત જમીન સંપાદિત થઈ હતી. આથી તેમણે અમદાવાદના વટવાસ્થિત ઍડ્વૉકેટ એન. આર. શર્માને કેસ સોંપ્યો હતો અને રૂ. 3 લાખ ફી નક્કી કરાઈ હતી. ડાહ્યાભાઈના જણાવ્યા અનુસાર જુલાઈ, 2013માં પ્રથમ રૂ. 50 હજાર આપ્યા હતા. વકીલે રેવેન્યુ સચિવની કચેરીમાં કેસ ફાઇલ કર્યાનું જણાવી ડી/1124/2013નો કેસ નંબર આપ્યો હતો.
 
પોલીસે ફરિયાદ નોંધવા 2 વર્ષ ધક્કા ખવડાવ્યા
ડાહ્યાભાઈ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા વટવા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં પોલીસે જણાવ્યું હતું કે ડીલ નક્કી તમારા ઘરે થઈ હોવાથી ગાંધીનગર પોલીસને ફરિયાદ કરવી પડશે. જ્યારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં જણાવ્યું હતું કે પૈસાની લેતીદેતી વકીલની વટવા ઑફિસે થઈ હોવાથી ત્યાં ફરિયાદ લખાવવી પડશે. ડાહ્યાભાઈ આ રીતે 2 વર્ષથી પોલીસ ફરિયાદ કરવા દોડી રહ્યા છે, પણ પોલીસ તેમની સાથે ખો-ખો રમી રહી છે.
 

આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો