હોળી નિમિતે સે.17ની નર્સરીમાંથી શહેરમાં હોળી પ્રગટાવવા લાકડા અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ જિલ્લામાં હોળીનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સૌના પ્રિય હોળીના તહેવારમાં વન વિભાગે ગત વર્ષથી લાકડાં આપવાનું બંધ કર્યુ હતું. એક વર્ષથી વન વિભાગે લાકડાં નાગરિકો અને સંસ્થાઓ ન આપતાં નિરાશા જોવા મળી હતી. થોડા દિવસ અગાઉ ગાંધીનગર રાજધાની વસાહત મંડળ દ્વારા દરેક સેક્ટરમાં હોળીના લાકડાં આપવામાં આવે તેવી માંગ અંગે દિવ્યભાસ્કરમાં સમાચાર આવ્યા હતાં.
 
જેને લઇને સ્થાનિક ધારાસભ્યએ વન વિભાગને ફોન કરીને લાકડાં આપવા અંગે કહ્યું હતું. જે અંગે વન વિભાગે રજુઆતને માન્ય રાખીને નાગરિકો હોળીના લાકડાં સેકટર 17ની નર્સરીમાંથી અપાશે.  ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, વન વિભાગે ગત વર્ષથી લાકડાં આપવાનું બંધ કર્યું હતું. જેના કારણે દરેક સેક્ટરના વસાહતીઓને છેલ્લી ઘડીએ દોડવાનો વારો આવતો હતો. નાગરિકોની આ સમસ્યા અંગે દિવ્યભાસ્કરમાં છપાયેલા સમાચાર ધ્યાને આવતાં વન વિભાગના અધિકારીને ફોન મારફતે વાત કરી હતી.

લાકડાની સમસ્યા ઉભી ન થયા તે માટે લેવાયો નિર્ણય
નાગરિકોને હોળી જેવા પવિત્ર તહેવારમાં લાકડાં માટે સમસ્યા ન ઉભી થાય તે અંગે રજુઆત કરી હતી. વન વિભાગે જે રજુઆત માન્ય રાખીને નાગરિકોને હોળી માટેના લાકડાં આપવાની હા પાડી હતી. હવેથી નાગરિકો સેકટર 17ની નર્સરીમાંથી લાકડાં મેળવી શકશે.

આજે હોળી, કાલે ધુળેટીની ઉજવણી કરાશે
હોળીના તહેવારને લઇને અબાલવૃદ્ધ સૌ કોઇમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. શહેરના બજારોમાં રંગોના પર્વમાં રંગો, પિચકારીઓ, ધાણી અને ખજુર સહિતનું વેચાણ છેલ્લી ઘડી સુધી ચાલુ હતું. પ્રથમ દિવસે સાંજે હોળી અને બીજા દિવસે ધુળેટી તરીકે નાગરિકો ઉજવશે. હોળીના બીજા દિવસે ધુળેટીની ઉજવણી કરાય છે. રંગોનો તહેવાર ધુળેટીમાં સૌ લોકો એક બીજાને ગુલાલથી રંગીને હેપ્પી હોલી કહે છે. નાના બાળકો પાણીની પીચકારી લઇને સેકટર અને શેરીઓમાં એક બીજાને ભીંજવે છે. જ્યારે યુવાનો અને યુવતીઓ અબીલ, ગુલાલ અને કેસુડાના રંગો છાંટીને આ તહેવારને ઉત્સાહ અને આનંદ સાથે ઉજવે છે.
અન્ય સમાચારો પણ છે...