તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજય સરકારે આયોજન કર્યુ, 1 એપ્રિલથી ફૂડ સિક્યોરિટીના અમલની ખાતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજય સરકાર દ્વારા ફુડ સિકયુરીટી બિલ આગામી એપ્રિલ મહિના સુધીમાં અમલમાં મુકવા આવનાર છે તેવી શુક્રવારે સત્તાવાર જાહેરાત વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આ બિલનો અમલ થતા નાગરિકોને સમયસર ફુડ પહોંચાડવા માટે રાજય સરકારને તેમની સંગ્રહ શકિતમાં પણ વધારો કરવો પડે તેમ છે તેવી વિગત બહાર આવી હતી. આથી વર્ષ 2018-19 સુધીમાં રાજય સરકારે હાલની સંગ્રહશકિત વધારીને 2,85,600 મેટ્રીક ટન કરવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી ગૃહને આપવામાં આવી હતી.

- બિલના અમલથી સરકારે 2.85 મેટ્રિક ટનની અનાજ સંગ્રહશક્તિ વધારવી પડશે
- અનાજ સંગ્રહ શકિત વધારવા 2019 સુધીનું રાજય સરકારે આયોજન કર્યુ

રાજય સરકારે આજે વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન એવી જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર એપ્રિલ, 2016થી ફુડ સિકયુરિટી બિલ અમલમાં મુકશે. આ અમલવારી માટે રાજય સરકારે તેની સંગ્રહશકિતમાં પણ વધારો કરવો પડે તેમ છે. આથી રાજય સરકારે હાલની 524 ગોડાઉન સ્થિતિને વધારવાનું નક્કી કર્યુ હોવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી. આ ગોડાઉનમાં અત્યારે 2,96,700 મેટ્રીક ટન હોવાનો રાજય સરકારે જવાબ આપ્યો હતો.

રાજય સરકારે વર્ષ 2015-16ના સ્ટેટ બજેટ હેઠળ 29,100 મેટ્રીક ટન સંગ્રહશકિત ઉભી કરવાનું આયોજન કર્યુ છે. જયારે નાબોર્ડ વેરહાઉસીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના હેઠળ વર્ષ 2015-16 અને 2016-17 એમ કુલ બે વર્ષમાં 40 સ્થળોએ નવા ગોડાઉનો બાંધકામ કરીને કુલ 88,500 મેટ્રીક ટન સંગ્રહશકિત ઉભૂી કરવાનું આયોજન છે. જયારે નાબાર્ડ વેરહાઉસીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2015-16થી 2018-19 એમ ચાર વર્ષમાં 84 સ્થળોએ નવા ગોડાઉન ઉભી કરીને કુલ 1,68,000 મેટ્રીક ટન સંગ્રહશકિત વધારવાનું આયોજન આજે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રજૂ કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...