તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલીવાર રાહુલ-મોદીની ગુજરાતમાં એક જ દિવસે, એક જ સ્થળે હાજરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર-વેરાવળ: ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ- નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરી ગુજરાતમાં છે અને પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બંને સોમનાથમાં એક જ દિવસે હાજર હશે. મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેરસભા કરશે. એવી સંભાવના છે કે તેઓ દર્શન કરવા પણ જશે. જ્યારે રાહુલ ગાંધી 1 વાગ્યે સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. ખુબીની વાત અે છે કે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવી પહોંચ્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટરમાં સોમનાથ જશે. બરાબર એજ વખતે પ્રાંચીમાં નરેન્દ્ર મોદીની જાહેરસભા ચાલતી હશે. મોદી સોમનાથ દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. રાહુલ ગાંધી સોમનાથ દર્શન બાદ ભેંસાણ-વિસાવદર જશે. ત્યાંથી સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા યોજશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે.

 

મોદીના કાર્યક્રમો

 

સવારે : 9.00 વાગ્યે- મોરબી
સવારે : 12.00 વાગ્યે- પ્રાચી
બપોરે : 1.30 વાગ્યે- સોમનાથ(સંભાવના)
બપોરે : 2.00 વાગ્યે-પાલીતાણા
બપોરે : 3.30 વાગ્યે- નવસારી

 

રાહુલના કાર્યક્રમો

 

બપોરે : 12.30 વાગ્યે- દીવ આગમન
બપોરે : 1.00 વાગ્યે- સોમનાથ દર્શન
બપોરે : 2.00 વાગ્યે- ભેંસાણ
બપોરે : 3.00 વાગ્યે- સાવરકુંડલા

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

 

અન્ય સમાચારો પણ છે...