તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોલબુથ સ્ટાફને ધમકી આપવા મામલે પાટીદાર નેતા હાર્દિક સામે કેસ દાખલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદેપુર/ગાંધીનગર: ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ટોલબૂથ સ્ટાફને ધમકી આપવા મામલે રાજસ્થાનમાં FRI દાખલ કરવામાં આવી છે. છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાઈકોર્ટે આપેલા જામીનના કારણે રાજસ્થાનના ઉદેપુરમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યના ફાર્મ હાઉસમાં હાર્દિક પટેલ રોકાયો છે. રાજસમન્દ એસપીના જણાવ્યા અનુસાર, ટોલબૂથ કર્મચારીને ધમકી અને ટોલ ટેક્સ ન ચુકવવા બાબતે હાર્દિક, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગી સહિત આઠ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે આઈપીસી કલમ 384, 143 મુજબ ગુનો નોંધી તપાસ આદરી

આ મામલે મળતી માહિતી અનુસાર, બુધવારે હાર્દિક સહિતનો કાફલો ચાર કાર સાથે રાજસમન્દથી ઉદેપુર તરફ નાથદ્વારા મંદિરથી પરત ફરી રહ્યો હતો. ટોલબૂથ સ્ટાફની ફરિયાદ અનુસાર, તેઓએ ધમકી આપી ટોલ ટેક્સ ન ચુકવતા દેલવારા પોલીસે સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આઈપીસી કલમ 384, 143 અંતગર્ત કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીનાથનગર સ્થિત માવલીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પુષ્કર ડાંગીના મકાનમાં રહેતો હાર્દિક તેના જન્મદિન નિમિત્તે મંગળવારે સાંજે નાથદ્વારા પહોંચ્યો હતો. ત્યાં તેણે શ્રીનાથજી બાવાનાં દર્શન કર્યા હતાં તથા કેટલાક ગુર્જર નેતાઓને મળ્યો હતો. આ બધું જોઇને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને હાર્દિકને જામીનની શરતો મુજબ રહેવા સતર્ક પણ કરાયો હતો.
આગળ વાંચો 20 જુલાઈની બપોરના ઉદેપુર પોલીસે હાર્દિકને બોલાવીને કોર્ટની શરતો યાદ કરાવી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો