તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં કરનાર TAT 1 પાસ ઉમેદવારો સામે પોલીસ કેસ ઠોકી બેસાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સામે રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી રહી છે. પાટનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોની પરીક્ષા લીધાને એક વર્ષ થવા આવ્યું છે, છતા કોઇ ભરતી નહીં કરાતા સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેસનાર પાંચ ઉમેદવારો સામે પોલીસ કેસ ઠોકી બેસાડ્યો હતો. આગામી ઓગસ્ટ મહિનામાં પરીક્ષાને એક વર્ષ થાય છે. ત્યારે બ્લેક ડે મનાવી ધરણા કરાશે.
મંજુરી વિના કાર્યક્રમ બદલ પાંચ આગેવાન સામે ગુનો

સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે. પરંતુ પરીક્ષા લીધા પછી સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવતી નથી. ત્યારે ઉમેદવારોમાં રોષ જોવા મળે છે. સોમવારે રાજ્યમાં ખાલી પડેલી 12000 જેટલી ધોરણ 1થી 6 પ્રાથમિક વિભાગની જગ્યાઓ ઝડપથી ભરવા ઉમેદવારો ધરણા કર્યા હતાં. અનેકવાર મંજુરી માગવા છતા નહીં આપતા ધરણા ઉપર બેઠા હતાં. સેક્ટર 7 પોલીસ મથકમા પાંચ ઉમેદવાર પ્રમુખ રજનીકાન્ત સોલંકી, વિક્રમ ચૌહાણ, સંજય જોશી, રજનીકાન્ત સોલંકી અન્ય એક ઉમેદવાર સામે 188 હેઠળ ગુનોં નોંધ્યો નોધ્યો હતો. પ્રમુખ રજનીકાન્ત સોલંકીએ કહ્યું કે ગાંધીનગરમાં ધરણા માટે મંજુરી માગવામાં આવી હતી.

પરંતુ સરકારની પોલ ઉઘાડી થતી હોવાથી મંજુરી આપી ન હતી. અવાર નવાર માંગ કરવા છતાં મંજુરી આપી ન હતી. ત્યારે સોમવારે અમારી માંગ માટે ધરણા કર્યા હતાં. પોલીસે અમારી સામે કેસ કર્યો છે. રાજ્યમાં 12000 હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે શિક્ષણ ક્યાંથી ઉંચુ આવશે. આગામી ઓગસ્ટ મહિનામાં ટેટ પરીક્ષા લીધાને એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે અમે તે દિવસને બ્લેક ડે તરીકે મનાવી કાળા કપડા પહેરીશું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો