તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: પાટનગર માટે જમીન આપનારા ખેડૂતો વળતર મુદ્દે આંદોલન છેડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પાટનગરના શહેર ગાંધીનગરની સ્થાપના માટે 14 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. તેની સામે ખેડૂતોને વિકલ્પે ખેતીની જમીન, રહેણાંક હેતુનો પ્લોટ, દુકાનને કે નોકરી આપવાની શરતો મુકવામાં આવી હતી. પરંતુ પાંચ દાયકાથી વધુ સમય પસાર થઇ ગયા પછી પણ કેટલાક ખેડૂતોને હક્કના વળતર નહીં મળ્યાના કિસ્સા જેમના તેમ રહ્યાં છે. ત્યારે આ પ્રશ્નોના નિરાકરણ લાવવા ખેડૂતો મુખ્યમંત્રીથી મુખ્ય સચિવ સુધી અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. હવે આ મુદ્દે આખરી નિકાલ નહીં આવે તો જન આંદોલન જગાવવા કિસાન વિકાસ મંડળ દ્વારા ચિમકી આપવામાં આવી છે.

મંડળના પ્રમુખ એલ બી પટેલના જણાવવા પ્રમાણે જે તે સમયે  ગાંધીનગરને રાજ્યનું પાટનગર બનાવવા માટે આ વિસ્તારના અભણ ખેડૂતોના અંગુઠા મરાવીને તેમની કિંમતી જમીનો પાણીના મુલે સંપાદન કરવામાં આવી હતી. આ પૈકીના ઘણા ખેડૂતો વળતરના લાભથી અજ્ઞાનતાના કારણે વંચિત રહી ગયાં છે. આ સમયે જમીન સામે જમીન, રહેણાંકનો પ્લોટ, દુકાન કે નોકરી આપવાની શરત હતી. મોટા જમીન ખાતા ધરાવતા ખેડૂતોના વારસોના નામ સાત બારના ઉતારા અને ખાતાવહીમાં બોલતા હોવા છતાં એક જ ખાતેદારને લાભ આપવામાં આવ્યાના કિસ્સા બન્યા છે. 
 
આગળ વાંચો, અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલી દુકાનો માલિકી ધોરણે આપવામાં આવી નથી
અન્ય સમાચારો પણ છે...