તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતની દીકરી મુખ્યમંત્રી બને એ સ્ત્રી સશક્તિકરણ: CM આનંદીબહેન પટેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યની તમામ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનવાનું આહવાન કરતાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પોતાની સરકાર સ્ત્રી સશક્તિકરણ માટે કેટલી પ્રતિબદ્ધ છે તે જણાવતાં પોતાનો જ દાખલો આપ્યો હતો. ‘‘વિજાપુરના ખરોડ ગામની સામાન્ય ખેડૂતની દીકરી ગુજરાતના મુખ્યમંત્રીના પદ સુધી પહોંચી એ જ રાજ્ય સરકારની સ્ત્રી સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે,’’ તેમ મુખ્યમંત્રીએ પોતાના બ્લોગમાં જણાવ્યું હતું.
આણંદના મહિલા પશુપાલક દીપિકાબહેન પટેલ અને ગીરની મહિલા ફોરેસ્ટ ગાર્ડ રસિલા વાઢેરનું ઉદાહરણ આપી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારના મહિલા સશક્તિકરણના પ્રયાસોને કારણે રાજ્યની નારી હવે કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા સક્ષમ બની છે. ‘સામાજિક પરિવર્તન અને વિકાસનો પવન સામાન્ય રીતે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં મોડો પહોંચતો હોય છે. એટલે જ મેં ગામડાની સફળ મહિલાઓના દાખલા આપ્યા. હકીકતે, આવા તો અનેક દાખલા હવે રાજ્યના ખૂણે-ખૂણે જોવા મળશે,’ તેમ તેમણે ઉમેર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...