તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા આજથી રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: દેશભરમાં રોકડની અછતને કારણે ઉદભવતી સમસ્યા હળવી બનાવવા ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારે આપેલી સૂચનાના પગલે ગુજરાત સરકાર દ્વારા નવા બેન્ક એકાઉન્ટ ખોલવાની રાજ્યવ્યાપી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે લોકો બેન્ક એકાઉન્ટ ધરાવતા નથી તેમને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ નવા એકાઉન્ટ ઓપન કરી આપવામાં આવશે અને ‘રૂપે’ કાર્ડ પણ અપાશે.

મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું કે, શનિવારથી તમામ જિલ્લા-તાલુકા મથકોમાં કેમ્પો શરૂ કરાશે અને નવું બેન્ક ખાતુ ખોલી અપાશે. આ સાથે તેમને રૂપે કાર્ડ પણ અપાશે જેથી કોઇપણ વસ્તુ ખરીદી સામે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...