તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સાહેબ હું પાસ નહીં થઉં,નકલી માર્કશીટ અપાવી શકો?’ ધારણા બહારનો પ્રશ્ન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ  રાજ્યમાં ધોરણ 10તથા 12ની બોર્ડની લેવાઇ રહેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગાંધીનગર પોલીસની જીવન આસ્થા હેલ્પલાઇન મદદરૂપ બની રહી છે. ત્યારે પરીક્ષા શરૂ થયાનાં 10 દિવસ પહેલાથી શરૂ કરવામાં આવેલા કાઉન્સેલિંગમાં રાજ્યભરમાંથી 6 હજાર જેટલા કોલ મળ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સ્કૂલ કયાં છે માતા-પિતા દબાણ કરે છે, રિસીટમાં ભૂલો સહિતનાં પ્રશ્નો કર્યા હતા. કેટલાક પરીક્ષાર્થીઓએ કાઉન્સિલરોએ ધારણા બહારનાં પ્રશ્નો પણ કર્યા હતા.  

એક પરીક્ષાર્થીએ તો એવો સવાલ કર્યો હતો કે સાહેબ, પાસ થવા માટે માતા પિતાનું મારા પર ભારે દબાણ છે. પરંતુ હું પાસ થવાનો જ નથી, પરિણામ આવશે ત્યારે માતા પિતાને માર્કશીટ કેવી રીતે બતાવીશ ω તમે સારા માર્કસવાળી માર્કશીટ અપાવી શકો ω કાઉન્સિલરે આવું કરવું ગુનો હોવાનું જણાવીને ભવિષ્ય માટે આવી બાબત નુકસાન કર્તા બની શકે તથા આ વખતે નહીં તો ફરી પરીક્ષામાં પાસ થઇશ તેવી સલાહ આપી હતી.

સેન્ટરના સરનામામાં પણ ભૂલ
ઘણા સવારે પરીક્ષાની રિસીટમાં ભૂલ હોવાનાં તથા રિસીટમાં દર્શાવેલું સેન્ટર ક્યાં આવ્યું છે તે ખબર ન હોવા અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કાઉન્સિલરો દ્વારા પરીક્ષા બોર્ડની હેલ્પલાઇનનાં નંબર આપવામાં આવ્યા હતા. જીવન આસ્થા હેલ્પલાઇન સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યાનુસાર હેલ્પલાઇન પર રોજનાં 350થી 400 કોલ મળતા હતા. 8 કાઉન્સેલરની અનુભવી ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વધુ પૂછાયેલા પ્રશ્નોમાં યાદ રહેતું નથી તો શું કરવું  ઓછા ટકા આવશે, મહેનત કરવા છતાં સફળતા મળતી નથી, માતા પિતા સારો દેખાવ કરવા દબાણ કરે છે જેવા સવાલો પરીક્ષાર્થીઓએ કર્યા હતા.
આગળ વાંચો, ગમે તેમ પાસ થઉં તો બાઇક મળશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો