તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીની જીતની અસર ગુજરાત પરઃ મોદી અને શાહ વહેલી ચૂંટણી કરાવી શકે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાવામાં આવે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે. મોદી અને શાહ ઉત્તર પ્રદેશમાં મળેલી અભૂતપૂર્વ સફળતાથી ઊભી થયેલી લહેરનો પૂરતો લાભ લેવા માંગે છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થયા બાદ ખૂબ મોટી માત્રામાં ત્યાં રહેલી ચૂંટણી સામગ્રીને ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે મોકલાઈ રહી છે.

ગત રવિવારની રાત્રે મુજબ 20 ટ્રેલર ભરીને આ સામગ્રી કમલમ ખાતે આવી પહોંચી હતી. જો કે, ભાજપના સંબંધિત પદાધિકારીઓ આ અંગે જાણકારી ન હોવાનું જણાવે છે.સૂત્રો મુજબ નજીકનાં સમયમાં જ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવશે.  પ્રાપ્ત માહિતિ મુજબ એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ વિધાનસભા ભંગ કરીને જૂનના બીજા સપ્તાહ સુધીમાં ચૂંટણી જાહેર કરી દેવામાં આવશે.
 
ભાજપ માટે સ્થિતિ વધારે મુશ્કેલીજનક બની શકે છે.
સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં મળેલી સફળતાની લહેર કદાચ ડિસેમ્બર 2017 સુધી ન પણ ચાલે કારણ કે, રાજ્યમાં પાટીદાર અને ઓબીસી આંદોલન ઉપરાંત, ખેડૂત, બેરોજગારો, ફિક્સ પગારદારો તેમજ આંગણવાડી અને આશાવર્કર બહેનોના આંદોલન પણ ચાલી રહ્યા છે. એવામાં જો નબળું ચોમાસું જાય તો ભાજપ માટે સ્થિતિ વધારે મુશ્કેલીજનક બની શકે છે. તેથી જ જૂનમાં જ ચૂંટણી કરી દેવામાં આવે તેવી સંભાવના અતિ પ્રબળ બની છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો