તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણીની જાહેરાત પહેલાં ભાજપે નગરની દિવાલો ચીતરી જ મારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ચૂંટણી પંચ દ્વારા દર વખતે સરકારી કે ખાનગી મિલકતની દિવાલો પર ચૂંટણીલક્ષી ચિતરામણ કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં જીત બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી કસમયે આવી રહી હોય તેમ ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરાયો છે. સોશ્યલ મિડીયા તો ઠીક છે ગાંધીનગરમાં દિવાલો પર વિવિધ સુત્રોના ચિતરામણ કરી દેવાયા છે.
 
જાણે ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેરમાં સેકટર 30માં સરકારી પ્રાથમિક શાળાની દિવાલ પર, સેકટર 21માંથી જુના સચિવાલયમાં જવાના માર્ગ પરની દિવાલો પર અને ચિલોડા બ્રિજ પરની બન્ને બાજુએ ભાજપ દ્વારા ચુંટણીને અનુલક્ષીને યુપીમાં 300 ગુજરાતમાં 150 મિશન માટે ‘સૌનું હિત ભાજપની જીત’, જન જન કા નારા હૈ, ભાજપા હમારા હૈ, સૌનો સાથ સૌનો વિકાસ અને ન જાત વાદ, ન પ્રાંત વાદ વિકાસ કાજે રાષ્ટ્રવાદ સહિતના સુત્રો લખવામાં આવ્યા છે.
 
જ્યાં લખાશે, ત્યાં સુત્રો લખીશું: ભાજપ શહેર પ્રમુખ
શહેરમાં સરકારી, પ્રાઇવેટ અને પુલ સહિતની જગ્યાઓ પર સુત્રો લખવામાં આવ્યાં છે. આ અંગે શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરમાં જુદી જુદી જગ્યાએ સુત્રો લખવામાં આવ્યાં છે. હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે. જ્યાં લખાશે, ત્યાં સુત્રો લખીશું.
-(મહેન્દ્રભાઇ પટેલ- ભાજપ શહેર પ્રમુખ)
આગળ વાંચો, શિક્ષણ સંકુલોને જાહેરાતનું માધ્યમ ન બનાવવું જોઇએ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો