તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દેવીપૂજકો પણ સરકાર સામે મેદાને, સ્પેશ્યલ 11 ટકા અનામતની માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યની ભાજપ સરકાર પાટીદાર અને દલિત આંદોલનથી ઘેરાયેલી છે ત્યારે હવે દેવીપૂજક સમાજ પણ પોતાની માગણીઓને લઇને સરકારની સામે મોરચો માંડ્યો છે. જેના ભાગ રૂપે વિરાટ દેવી પૂજક સમાજ દ્વારા સ્પેશ્યલ 11 ટકા અનામત આપવાની માંગ સાથે એક રેલીનુ આયોજન કર્યુ હતું. જેને લઇને પરંતુ તંત્ર પાસે મંજુરી મંગાઇ હતી. ત્યારે તંત્રએ રેલીને મંજુરી આપી ન હતી. સંઘ દ્વારા રેલી કાઢવા મક્કમ હતો. ત્યારે સમાજના આગેવાનોની અટકાયત કરી લીધી હતી.

અનામતની માંગ સાથે રેલી નીકળે તે પહેલાં જ દેવીપૂજક સમાજના આગેવાનોની અટકાયત

સંઘના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ ભાજપ સાથે જોડાયેલો છે અને ખોબલે ખોબલે મત આપ્યા છે. છતા સરકાર સમાજને ભાજપની વિરુદ્ધમાં જવા મજબુર કરી રહી છે. દેવી પૂજક સમાજના પ્રમુખ રૂપસંઘભાઇ ભરભીડીયાએ કહ્યું કે અમારો સમાજ ખુબ જ પાછળ છે. તેને માટે સરકારે અમને સાંભળવા જોઇએ. ઓબીસીમાંથી એસસીએસટીમાં સમાવેશ કરીને સ્પેશ્યલ 11 ટકા અનામત આપવામાં આવે તેવી અમારા સમાજની માંગ છે. ત્યારે સરકાર પાસે અગાઉ પણ અમે રેલી અને સભા કરવાની મંજુરી આપી હતી.

ખોબલે ખોબલે મત આપ્યા છે છતાં સરકાર દ્વારા અન્યાય: હવે તો ભોગવવુ જ પડશે

પરંતુ કયા કારણસર મંજુરી અપાતી નથી, તે સમજાતુ નથી. અમારો આખો સમાજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો છે અને ખોબલે ખોબલે મત આપીને વિધાનસભા સુધી પહોચાડવામાં મદદ કરી છે. જો સરકાર અમારી રજૂઆતો પ્રત્યે ધ્યાન નહીં આપે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેનુ પરિણામ ભોગવવુ પડશે.

60 આગેવાનોને ઘરેથી જ ઉઠાવી લેવાયા

દેવી પૂજક સમાજે 8 સપ્ટેમ્બરે કોઇ પણ હિશાબે શહેરમાં રેલી અને સભા કરાશે તેવી આહવાન કર્યુ હતુ઼. પોલીસ સવારથી જ દેવી પૂજક સમાજના ઘર શોધી રહી હતી. તે દરમિયાન સમાજના પ્રમુખ રૂપસંઘભાઇ ભરભીડીયા અને આગેવાનોને તેમના ઘરેથી જ ઉઠાવી લઇને એસપી કચેરી લઇ ગયા હતાં. જ્યારે અન્ય આગેવાનોની સેક્ટર 11 રામકથા મેંદાનમાંથી અટકાયત કરી હતી. 60 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

સત્યાગ્રહ છાવણીમાં રાજ્યમાંથી દેવી પૂજક સમાજ ઉમટી પડવાની ધારણાએ પોલીસના ધાડેધાડા ઉતારી દીધા હતાં. મોટી સંખ્યામાં કોન્સ્ટેબલ, એસઆરપી, પીઆઇ, પીએસઆઇ ગાંધીનગર એલસીબી સહિતની ટીમને બંદોબસ્તમાં લગાવી દેવાયા હતાં. ત્યારે સવારથી જ સમાજના આગેવાનોની અટકાયત કરાયા બાદ માત્ર પોલીસ જ જોવા મળતી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો