દલિત યુવાને આપી PMના જન્મ દિવસે આત્મવિલોપનની ચિમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : બોટાદમાં દલિત યુવાનનુ અપહરણ કરીને મૃતદેહ લાઠીદળ રેલવે સ્ટેશન આગળ ફેંકીને અપહરણકર્તાઓ ભાગી ગયા હતાં. પરિવારજનો અપહરણ કરનાર સામે ગુનોં નોંધાવ્યો હતો. પીડીતોએ આક્ષેપ કર્યો છેકે તેમના કહેવા પ્રમાણે પોલીસે ગુનામાં કલમ લગાવી ન હતી અને અપહરણકારો ખુલ્લે આમ ફરી રહ્યા છે. ત્યારે પીડીત પરિવાર અને અનુસૂચિત જાતિ સંઘર્ષ સમિતિએ કેસને ફરીથી સ્પેશ્યલ કોર્ટમા ચલાવવા સહિતની માંગણી કરી છે. પ્રધાનમંત્રી પાટનગરમાં આવી રહ્યા છે. ત્યારે તેમના જન્મ દિવસે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

ભાઇના હત્યારાઓને પકડી કાર્યવાહી કરવા સત્યાગ્રહ છાવણીમા પરિવાર બેઠો છે

ગુજરાત અનુસૂચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિના ભરતસિંઘ ચૌધરી અને બોટાદ યુવકના પરિવારજનો હાલમાં ન્યાય મેળવવા ગાંધીનગર શહેરના સત્યાગ્રહ છાવણમાં ઉપવાસ પર બેઠા છે. બોટાદના દલિત યુવાન રાજુભાઇ આણંદભાઇ પરમારનુ ગત 13/04/2011ના રોજ અપહરણ કરાયું હતુ અને તેનો મૃતદેહ લાઠીદળ રેલવે સ્ટેશનમાં ફેકી દેવાયો હતો. મૃતક યુવકના પરિવારજનોએ સેશન કોર્ટમા ન્યાય મેળવવા અરજી કરી હતી.

કોર્ટ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ વડાને આદેશ કરાયો છતા તપાસમાં ઢીલી નીતિ અપનાવતા ન્યાય મેળવવા પીડીત પરિવારે સત્યાગ્રહ છાવણીનો માર્ગ અપનાવ્યો છે. જ્યારે અગાઉ રજૂઆત કરીને કેસને ઝડપી બનાવવા અને ખુલ્લેઆમ ફરતા અત્યારાઓને. પકડી પાડવા માટે સીબીઆઇની મા઼ગ કરી છે. છતા સરકાર દ્વારા આ બાબતે મગનુ નામ મરી પાડવામા઼ નહીં આવતા ચિમકી ઉચ્ચારી છે. મૃતક દલિત યુવક રાજુભાઇના મોટાભાઇ રમેશભાઇએ ન્યાય નહીં મળતા આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મ દિવસે જ સત્યાગ્રહ છાવણીમાં આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
અન્ય સમાચારો પણ છે...