તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચ્ચન સાહેબ ખુશ્બૂ તો ફેલાવી, હવે થોડી બદબૂ પણ જુઓ : મેવાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ઉના દલિત અત્યાચાર લડત સમિતિએ આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને એક પત્ર લખવાનો નિર્ણય લીધો છે. સમિતિના કન્વીનર જિજ્ઞેશ મેવાણીનું કહેવું છે ‘આગામી 13 સપ્ટેમ્બરના રોજ અમે દલિતો અમિતાભ બચ્ચનને એક પોસ્ટકાર્ટ લખીશું જેમાં કહીશું કે ‘મોદીજી કે કહેને પર આપને ખુશ્બૂ ગુજરાત કી દેખી ઓર સબ જગહ ખૂબ ફેલાઈ, હમ દલિતોને મૃત પશુઓકો નિકાલને કા કામ બંધ કર દીયા તો અબ આપ ભી કુછ દિન ગુજારીએ ગુજરાતમેં ઓર બદબૂ દેખીયે ગુજરાત કી’.

ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અમિતાભને પત્ર લખશે

જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ફક્ત પ્રસિદ્ધિના જોર પર એક એવું ભ્રામક ગુજરાત મોડેલ ઊભું કર્યું છે જેને લોકો સુધી પહોંચાડવામાં અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય કલાકારનું પણ યોગદાન રહ્યું છે. આથી અમે 13મી સપ્ટેમ્બરના રોજ કલોલ ખાતે યોજાનારી અમારી સભામાં આ જાહેરાત કરીશું કે રાજ્યના તમામ દલિતો અમિતાભ બચ્ચનને પત્ર લખીને જાણ કરે કે હવે દલિતોએ રાજ્યમાં મૃત પશુઓના નિકાલનું કામ બંધ કરી દીધું છે. જેના કારણે ઠેર ઠેર મૃત પશુઓના ઢેર લાગી રહ્યા છે. અમિતાભ બચ્ચન ગુજરાતની સાચી પરિસ્થિતિને પણ લોકો સુધી પહોંચાડે તે જરૂરી છે.

સપ્ટેમ્બરના અંતમાં રેલ રોકો આંદોલન

મેવાણીએ જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં રાજ્યવ્યાપી રેલ રોકો આંદોલન કરાશે. બંધારણનો અમલ કરાવવા શરૂ કરેલા ભીમ રથને આગળ વધારવા માટે અમારે ન છૂટકે આ રેલ રથને રોકવો જ પડશે. કેરળ અને મહારાષ્ટ્રના સંગઠનોએ અમને સમર્થન આપ્યું છે અને આ રાજ્યોમાં પણ રેલ રોકો આંદોલન કરવામાં આવશે. આ આંદોલન હવે ફક્ત દલિતો પૂરતું સીમિત નહીં રહે. ઓબીસી, આદિવાસી, મુસ્લિમ સમાજ ઉપરાંત કોઈ પણ સમાજના વંચિતોને ન્યાય અપાવવા માટેનું આ આંદોલન રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો