તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ ગાંધીનગરના સીમાડાં ઓળંગી પેથાપુર પહોંચશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: પર્યાવરણ અને જાહેર આરોગ્યની જાળવણીના હેતુથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા શરૂ કરવામાં આવેલા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનું અગાઉ મંત્રી કક્ષાએથી થયેલી જાહેરાત પ્રમાણે એક્સપાન્સન કરવાની તૈયારી કરી લેવાઇ છે. હાલ માત્ર પાટનગરમાં ગુડાની સાઇકલ્સ દોડી રહી છે. તે હવે સેક્ટરના સીમાડા ઓળંગી જશે અને પેથાપુરથી લઇને કોબા સુધીના વિસ્તારમાં સાઇકલના નવા સ્ટેન્ડ ખોલીને સાઇકલની સંખ્યાને 510 પર લઇ જવામાં આવશે. આ સાથે ન્યૂ ગાંધીનગરમાં આવેલા એજ્યુકેશનલ ઝોનના કોલેજીયન વિદ્યાર્થીઓની સાઇકલ સેવા આપવાની માગણી પણ સંતોષાશે. ગુડા દ્વારા યોજનાના વિસ્તરણ માટે રૂપિયા 1. 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વધુ રૂપિયા 1.10 કરોડનો ખર્ચ કરાશે

ગુડાના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેક્ટર જે બી બારૈયાએ જણાવ્યું કે સાઇકલ શેરિંગ પ્રોજેક્ટને નગરવાસીઓનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. દરરોજ 1200 આસપાસ લોકો કલાકના 5 રૂપિયા ભાડાના દરથી સાઇકલ ચલાવવા લઇ જાય છે અને સવારે 4 કલાક ફ્રી સાઇકલ આપવામાં આવે છે, તેનો પણ હેલ્થ કોન્સિયસ નગરજનો વ્યાપક લાભ ઉઠાવે છે. સવારના સમયે તો સ્ટેન્ડ પર સાઇકલ ઉપલબ્ધ ન રહે તેવી સ્થિતિનું સર્જન થતું હોવાથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણની આ યોજનાને હવે વિસ્તારવાનો સરકારે નિર્ણય લીધો છે. તેના અંતર્ગત વધુ 15 સ્ટેન્ડ ખોલીને વધુ 400 સાઇકલ તેમાં મુકવામાં આવશે. પરિણામે કોઇપણને તુરંત અને નજીકના સ્થળે સાઇકલ લેવા મુકવાની સગવડતા મળી રહેશે.

નવી સાઇકલ વધુ મજબુત અને સ્પોર્ટી હશે
ગુડાના સુત્રોએ જણાવ્યું કે નવી સાઇકલો વધુ મજબુત અને સ્પોર્ટી લુક ધરાવતી પસંદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તેના સ્ટેન્ડ જે હાલમાં કન્ટેનર ડબ્બા જેવા દેખાઇ રહ્યા છે, તેની ડિઝાઇન બદલાવી દેવામાં આવશે. માત્ર કન્ટેનર નહીં રહેતાં તેની આસપાસ છાંયો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને 15થી વધુ સાઇકલ સમાવી શકાય તેવી ડિઝાઇન નિયત કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો