તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની જૂથ અથડામણમાં ત્રણ આરોપીને કોર્ટે રિમાન્ડ પર સોંપ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ : કલોલ શહેરમાં અગાઉની અદાવતના કારણે ગત 2 સપ્ટેમ્બરે પાટીદારો અને રબારી સમાજના કેટલાક લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. તેમાં ક્રોસ ફરિયાદ બાદ શહેર પોલીસે 9 આરોપીઓને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. તેના આધારે ગુરૂવારે વધુ 9 આરોપીઓને ઝડપી લીધા હતાં. તે તમામને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં. તે પૈકી 3 આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતાં. જ્યારે 6 આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરાયા હતાં. આમ આ ઘટનામાં અત્યાર સુધીમાં 18 શખ્સો પોલીસના સકંજામાં સપડાઇ ચૂક્યા છે.
- ધરપકડ કરાયેલા વધુ 9 આરોપીઓ પૈકી 6 જણા જેલ હવાલે

દરમિયાન ગુરૂવારે રાત્રે વધુ 9 આરોપીઓને ઝડપી લીધા હતાં. તે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતાં. તેમાં અંકીત વિરમભાઇ રબારી (ઉ. 19, રહે. 10, ગુજરાત હાઉસીંગ સોસા. જોગણી માતાના મંદીર પાસે), મનિષ ઉર્ફે મંડો વિહાભાઇ રબારી (ઉં. 22 રહે. ગાયના ટેકરા પાસે, નવરંગ સ્કૂલની સામે રબારી વાસ) અને ભાવિક પ્રવિણભાઇ બારોટ (ઉં.વ, 22, રહે બી2, 404 રત્નદીપ એપાર્ટમેન્ટ, વખારિયા સ્કૂલની સામે)ને કોર્ટે 3 દિવસના રિમાન્ડ ઉપર સોંપ્યા છે.

જ્યારે મનોજભાઇ ગકુભાઇ રબારી (ઉ. 24,રહે.નવરંગ સ્કુલની સામે,ગાયના ટેકરા પાસે, રબારી વાસ), લાલાભાઈ જગમલભાઇ રબારી (ગાયના ટેકરા પાસે, નવરંગ સ્કુલની સામે રબારી વાસ), વિનય ઇશ્વરભાઇ રબારી(શ્રીનાથ સોસા. રાજધાની ચોકડી પાસે, બોરીસણા રોડ), અભિષેક પંકજભાઇ બ્રહ્મભટ્ટ (7, વિશ્વનાથ, સોસા. રેલ્વે પૂર્વ), વત્સલ મનુભાઇ બારોટ(જુના ચોરા, ગંજીવાસ, કલોલ અને જયેશભાઇ ઉર્ફે જલો સૈજીભાઇ રબારી (ગાયના ટેકરા પાસે, નવરંગ સ્કૂલની સામે)ને સાબરમતી જેલ હવાલે કરાયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો