ગાંધીનગર: તલાટીની પરીક્ષામાં પ્રશ્નપત્રો પરીક્ષાખંડની બહાર પહોચ્યા, ખુલ્લેઆમ ચોરીઓ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરના જિલ્લા મથકો પર તલાટી કમ મંત્રીની અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં તલાટી કમ મંત્રીની પરીક્ષામાં કેટલાક સ્થળો પર ઉમેદવારોના અંગૂઠા મારેલા પ્રશ્નપત્રો પરીક્ષાખંડની બહાર આવી ગયા હોવાની ફરિયાદ ઊઠી છે. જ્યારે બનાસકાંઠાના દિયોદર ખાતે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય પૂરી થઇ ગયા પછી પણ પ્રશ્નપત્ર લખાવવામાં આવ્યું હોવાનો વીડિયો વાઈરલ થતા તપાસના આદેશ છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાનું પરિણામ આગામી એક મહિના પછી જાહેર થાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.  
 
દિયોદરની ઘટનાના મુદ્દે પંચાયત મંત્રી જયંતી કવાડિયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે ઘટનાની તટસ્થ તપાસ કરવાની જવાબદારો સામે કાર્યવાહી કરીશું, બાકી તમામ રાજ્યમાં એકંદરે શાંતિથી પરીક્ષા પૂરી થઇ ગયાના અહેવાલ મળ્યા છે. દિયોદર ખાતે આદર્શ વિદ્યાલય યુનિટ એકમાં આચાર્ય પરીક્ષાનો સમય પૂરો થયા પછી પણ અલગથી બેઠેલા વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જ્યારે જામનગરની સત્યસાંઇ શાળામાં દિવ્યેશ બારિયા નામનો ઉમેદવાર મોબાઇલ સાથે પકડાતા મોબાઇલ જપ્ત કરી પરીક્ષામાંથી કાઢી મૂકાયો હતો.
અન્ય સમાચારો પણ છે...