તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMOમાં કાળી કમાણીવાળાનાં નામ છે તેને જાહેર કરો : ભરતસિંહ સોલંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: નોટબંધીના નિર્ણયને લઈને જનતા છેલ્લા 20 દિવસથી બેન્કોની લાઈનમાં ઊભા રહીને પરેશાની ભોગવી રહી છે. ત્યારે હાલાકી ભોગવી રહેલી જનતાના મુદ્દે અમદાવાદમાં પણ સોમવારના રોજ કોંગ્રેસ, એનસીપી અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી, સભા અને ધરણાં પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રજાને પડી રહેલી હાલાકી માટે કોંગ્રેસે મોદી સરકારને જ્યારે નોટબંધીના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપી ચૂકેલી એનસીપીએ આરબીઆઈના માથે ઠીકરું ફોડ્યું હતું. પ્રમુખ સોલંકીએ વડાપ્રધાન કાર્યાલયમાં ગુપ્તરીતે રખાયેલી કાળા નાણાં રાખનારા લોકોની યાદી જાહેર કરે તેવી માગણી કરી હતી
કાળા નાણાં રાખનારા લોકોની યાદી જાહેર કરે તેવી માગણી
ગુજરાત બંધના એલાનને મોકૂફ રાખ્યા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં રેલી અને ધરણાના કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદમાં રેલી પૂરી થયા પછી ખાનપુરની રૂપાલી સિનેમા પાસે યોજાયેલી જાહેરસભાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય પ્રવક્તા શકિતસિંહ ગોહિલ, ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓએ સંબોધી હતી. પ્રદેશ પ્રમુખ સોલંકીએ વડાપ્રધાન કાર્યાલયમાં ગુપ્તરીતે રખાયેલી કાળા નાણાં રાખનારા લોકોની યાદી જાહેર કરે તેવી માગણી કરી હતી.
વડાપ્રધાને નોટબંધી કરીને પ્રજાને મુશ્કેલીમાં મૂકી દીધી
અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર પટેલ સ્મારક ખાતેથી આશ્રમરોડ થઇને રૂપાલી સિનેમા પાસે રેલી જાહેરસભામાં ફેરવાઈ હતી. આ જાહેરસભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે વડાપ્રધાન જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ભેદભાદ અને કોમી હુલ્લડો કરાવે છે અને તેમાં તેઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માહેર છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને ચૂંટણી વખતે સ્વિટ્ઝર્લેન્ડમાંથી કાળુ નાણું લાવીને રૂ. 15 લાખ તમામના ખાતામાં જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જે ભૂલાઇ ગયો અને દેશનું ચલણી નાણું રદ કરીને કટોકટી જેવી સ્થિતિ સર્જી છે. વડાપ્રધાને નોટબંધી કરીને પ્રજાને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
નોટબંધીથી સરકારે 8 લાખ કરોડનું કૌભાંડ આચર્યું આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...