તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: રેતી માફિયાથી થાકેલા કૉંગ્રેસી MLA રાઘવજી પટેલ ભાજપમાં જવા તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: જામનગર ગ્રામ્યના કૉંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલને  સ્થાનિક સ્તરે રેતી માફિયા સામેની લડતમાં કૉંગ્રેસની નેતાગીરી, ખાસ કરીને પ્રદેશપ્રમુખ ભરતસિંહ તરફથી સહકાર ન મળતાં છેવટે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા તૈયાર થયાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
 
રાઘવજી પટેલના મત વિસ્તારમાં રેતી માફિયાઓનો ત્રાસ છે. રેતી માફિયા ખુલ્લેઆમ રેતીની ચોરી કરતા હોવાથી તેમની સામે તેઓ લડત આપે છે.  પણ, તંત્રના આશીર્વાદથી રેતી ચોરી કરતા માફિયા સામે એકલા હાથે લડત આપવી તેમના માટે અશક્ય છે. આ કારણે રાઘવજીને વ્યાવસાયિક નુકસાન જાય છે. આ સંજોગોમાં ધારાસભ્ય રાઘવજી પટેલે અવારનવાર પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી. પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓને રજૂઆત કરી હતી. પણ, રેતી માફિયા સામેની લડતમાં ધારાસભ્ય રાઘવજી પટેલને જોઈએ તેટલી મદદ મળી નહોતી.
 
શંકરસિંહ-ભરતસિંહના ડખા પરિણામની રાહ

રાઘવજી કૉંગ્રેસ છોડવા તૈયાર છે, પણ તેઓ હજુ ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે ચાલતા ગજગ્રાહનું શું પરિણામ આવે છે, તેની રાહમાં છે. તેઓ અત્યારે ‘વેઇટ એન્ડ વૉચ’ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...