તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ નેતા શક્તિસિંહનું ચૂંટણી પ્રક્રિયાની જવાબદારીમાંથી રાજીનામું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : કોંગ્રેસના કદાવર નેતા અને એઆઈઆઈસીસીના સભ્ય તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા સોંપાયેલી વિશેષ જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે. શક્તિસિંહે ભરતસિંહને લખેલા પત્રમાં જણાવ્યું કે ‘‘આપના દ્વારા મને કેટલાક જિલ્લાઓની વિશિષ્ટ જવાબદારી સોંપવામાં આવી છે. તે બદલ આપનો હાર્દિક આભાર. હું માનું છું કે પરંપરાગત રીતે પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતનું સંગઠન અને ચૂંટણી અંગેની કામગીરી થાય તે આવકારદાયક રહેશે. આપ મને સમગ્ર ગુજરાતમાં જે કોઈ જગ્યાએ કાર્યકર્તા તરીકે કામ કરવાનું કહેશો ત્યાં નિષ્ઠા અને પ્રમાણિક્તાથી કામગીરી બજાવીશ પરંતુ આપે સોંપેલ વિશિષ્ટ જવાબદારીમાંથી મારું રાજીનામું સ્વીકારવા વિનંતી છે.’’

કુંવરજીના વિરોધને કારણે કંકાસ વધ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જગદીશ ઠાકોર બાદ કુંવરજી બાવળિયાએ કરેલા વિરોધને લઈને કંકાસ વધી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે વિશેષ જવાબદારીમાંથી રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે.

શક્તિસિંહે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે ‘‘ગુજરાતની જનતા ભાજપના શાસનથી ત્રસ્ત થઈ છે. કોંગ્રેસ તરફ ખૂબ આશા રાખી રહી છે. ત્યારે મારા સહિતના સર્વે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને શુભચિંતકોની જવાબદારી છે કે વ્યક્તિગત માન-અપમાન, અહંકાર કે ગમા અણગમાને ધ્યાને લીધા વગર પક્ષના હિતને જ અગ્રેસર રાખે. પરાજય નજર સામે દેખાતા ભજપના કેટલાક તત્વો પણ કોંગ્રેસમાં ભાગલા પાડવા સક્રિય થયા છે. તેમની મેલી મુરાદ બર ન આવે તેની ચિંતા બધાએ કરવી પડશે.’’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો