રેન્સમવેરથી ગાંધીનગરમાં સરકારના 12 કોમ્પ્યુટર ઠપ: RTO, સિવિલ બંધ

Bhaskar News

Bhaskar News

May 15, 2017, 10:59 PM IST
આરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈ
આરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈ
જીસ્વાન સાથે સંકળાયેલા તમામ કોમ્પ્યુટરમાંથી આરડીયુ પ્રોટોકોલ બ્લોક કરી દેવામાં આવ્યો
જીસ્વાન સાથે સંકળાયેલા તમામ કોમ્પ્યુટરમાંથી આરડીયુ પ્રોટોકોલ બ્લોક કરી દેવામાં આવ્યો
સાયબર હુમલામાં કલેક્ટર કચેરી ગાંધીનગરની 10 સિસ્ટમ બંધ થઈ ગઇ (પ્રતીકાત્મક તસવીર)
સાયબર હુમલામાં કલેક્ટર કચેરી ગાંધીનગરની 10 સિસ્ટમ બંધ થઈ ગઇ (પ્રતીકાત્મક તસવીર)
સુરતમાં તમામ 2083 એટીએમ બંધ  (પ્રતીકાત્મક તસવીર)
સુરતમાં તમામ 2083 એટીએમ બંધ (પ્રતીકાત્મક તસવીર)
ગાંધીનગર : વિશ્વના સંખ્યાબંધ દેશની કોમ્પ્યુટર સિસ્ટમને શિકાર બનાવનાર રેન્સમવેર વાયરસ હુમલાએ જિલ્લા તંત્રની કોમ્પ્યુટર સિસ્ટમને પણ અડફેટમાં લીધી છે. કલેક્ટર કચેરીમાં 10 સિસ્ટમ ઠપ થઇ ગઇ હતી. જ્યારે પોલીસ તંત્રની 2 સિસ્ટમને અસર થઇ હતી. જિલ્લાની 4 મામલતદાર કચેરીની સિસ્ટમ શનિ અને રવિવારે કચેરીઓ બંધ રહેવાથી કોઇ અસર પહોંચી ન હતી. પણ આરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈ હતી, તો સિવિલમાં પણ કોમ્પ્યુટર સિસ્ટમ બંધ રખવામા આવી હતી.

નેટનો વપરાશ કરવાની સાથે વિવિધ નામે સિસ્ટમમાં પ્રવેશી જતા રેન્સમવેર વાયરસ સાથેની ફાઇલ અજાણતા પણ ખોલી નાખવામાં આવે તેની સાથે સિસ્ટમને ખરાબ કરી નાખે છે અને સિસ્ટમ લોક પણ થઇ જાય છે. આ વાતે સરકારી અને ખાનગી સંસ્થાઓ ફફડી ઉઠી છે.
આ સાયબર હુમલામાં કલેક્ટર કચેરી ગાંધીનગરની 10 સિસ્ટમ બંધ થઈ ગઇ હતી. જો કે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગને તથા જીસ્વાનમાં અને એનઆઇસીમાં તેની જાણ કરાઇ હતી. આ સાથે આવેલા નિષ્ણાતોએ સોમવારે સાંજ સુધીમાં 6 સિસ્ટમ ચાલુ કરી આપી હતી અને બાકીની 4 સિસ્ટમમાં એન્ટી વાયરસ નાંખવાની કામગીરી ચાલું કરી હતી.
સરકારે હેલ્પલાઇન જાહેર કરી
પોલીસના સાઈબર સેલે સાવચેતીના ભાગરૂપે અેડવાઈઝરી જાહેર કરી છે. સરકાર તરફથી હેલ્પલાઈન નંબર (079) 23256600 અને 23251096 જારી કરાયા છે.
રાજ્ય સરકારનો તમામ ડેટા સલામત
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું કે, ગાંધીનગર- સચિવલાયના એકપણ કોમ્પ્યુટરને વાઇરસની અસર થઇ નથી. રાજ્ય સરકારનો તમામ ડેટા સલામત છે. જી-સ્વાન સાથે 60 હજાર જેટલા કોમ્પ્યુટર જોડાયેલા છે જે પૈકી 125 જેટલા કોમ્પ્યુટરોને અસર થઇ છે. તમામ જિલ્લા કક્ષાની કચેરીઓમાં જી-સ્વાન મારફતે અધિકૃત એન્ટીવાઇરસ મોકલવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ઇ-ધરા, એટીવીટી, જનસેવા કેન્દ્ર, ડિજીટલ ગુજરાત સહિત જેટલી પણ ઓનલાઇન સેવાઓ છે તે તમામ ચાલું છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે આ માટે હેલ્પલાઇન પણ ચાલું કરી છે જેના નંબર (079) 23256600 અને 23251096 છે.
શું કહ્યું ગાંધીનગરના ક્લેક્ટરે?

કલેક્ટર સતિષ પટેલે જણાવ્યું કે જિલ્લાના કોઇ રેકર્ડનું નુકશાન થયું નથી. તેમણે કહ્યું કે કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર મામલતદારની કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ હોવાથી તેની સિસ્ટમને નુકશાન થયું નથી. જિલ્લા પોલીસ કચેરીમાં 2 સિસ્ટમને માઠી અસર પહોચી હતી. તેનું સમારકામ શરૂ કરવા સાથે જીસ્વાન કનેક્ટિવીટી બંધ કરી દેવાઇ હતી અને નેટ બંધ રાખવા તાકીદ કરાયાનું જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે કહ્યુ હતું. આરટીઓમાં બપોરે 4 વાગ્યે સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે ગાંધીનગર મહાપાલિકા જીસ્વાન નેટવર્ક સાથે જોડાયેલી નથી. પરિણામે મહાપાલિકાની કોમ્પ્યુટર સિસ્ટમમાં કોઇ માઠી અસર જોવામાં આવી નથી.

સિવિલમાં કોમ્પ્યુટર્સ બંધ રહેતા લાઇનો લાગી
સરકારી હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે તમામ કમ્પ્યુટર બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને દર્દીઓના કેસ ઓનલાઇન કાઢવામાં આવતા હતા. ત્યારે હાથથી જુની રીત પ્રમાણે કેસ કાઢ્યા હતા. પરિણામે દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી. તો બીજી તરફ ઇન્ડોર દર્દીઓના રીપોર્ટની કામગીરી પણ બંધ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે સિવિલના રેકોર્ડમાં વાઇરસ પ્રવેશી જાય તો તમામ રેકોર્ડ નાસ પામતા મોટી મુશ્કેલીઓ સર્જાઇ શકે છે.
અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીના 9 કમ્પ્યુટરમાં વાઈરસ
-બેંકોની કામગીરી યથાવત. ATM પણ રાબેતા મુજબ. કોઈપણ બેંકનો ડેટા હેક થયો નથી.
-અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીના 9 કોમ્પ્યુટરમાં વાઇરસ ઘૂસ્યો છે. સિવિલ અને કલેક્ટર કચેરીની કેટલીક સીસ્ટમ પ્રભાવિત થઈ.
સુરત: તમામ 2083 એટીએમ બંધ
-સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ
-સિવિલ હોસ્પિટલના તમામ કમ્પ્યૂટર્સ બંધ
-વેટ વિભાગમાં કામકાજ ઠપ
-હજીરાઓની કંપનીઓમાં કામ યથાવત
વડોદરા: 50 સરકારી સંસ્થા, કંપનીઓનો ડેટા કરપ્ટ, લાખો રૂપિયાનું નુકશાન.
-વાણિજય વેરા વિભાગની કચેરીના 25 કમ્પ્યૂટર ઠપ્પ, સાત જિલ્લાઓનો ડેટા કરપ્ટ
-વેબસાઇટ અને ઓનલાઇન ટેક્સ કલેકશન 5 કલાક બંધ, બેંકોના ATM બંધ
-સયાજી હોસ્પિટલમાં મેન્યુઅલ સર્ટીફિકેટઅપાયા
-આરટીઓમાં ટેસ્ટ ટ્રેક બે દિવસ માટે બંધ

રાજકોટ: કલેક્ટર કચેરીમાં 2 કોમ્પ્યુટરમાં વાયરસની અસર,
-આરટીઓ 13 કમ્પ્યુટરમા વાયરસ
-પોલીસ કમિશનરમાં વાયરલેસ સિસ્ટમના એક કોમ્પ્યુટરમાં અસર.

ભુજ: કચ્છમાં 18 કમ્પ્યુટર્સ હેક
-આરટીઓમાં કામગીરી થઇ ઠપ્પ
-સવારે 300 અને બપોર બાદ 600 બીટકોઇન્સ ખંડણી માગવામાં આવી
-ભુજની મામલતદાર કચેરીમાં ચાર, આયોજન કચેરીમાં ત્રણ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં અેક અને રાપરની મામલતદાર કચેરીમાં એક સીસ્ટમ પ્રભાવિત થઇ હતી.
આગળ વાંચો, રાજ્યના અન્ય શહેરમાં વાઇરસની અસર અંગે
X
આરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈઆરટીઓમાં બપોર બાદ સિસ્ટમ બંધ કરી દેવાઈ
જીસ્વાન સાથે સંકળાયેલા તમામ કોમ્પ્યુટરમાંથી આરડીયુ પ્રોટોકોલ બ્લોક કરી દેવામાં આવ્યોજીસ્વાન સાથે સંકળાયેલા તમામ કોમ્પ્યુટરમાંથી આરડીયુ પ્રોટોકોલ બ્લોક કરી દેવામાં આવ્યો
સાયબર હુમલામાં કલેક્ટર કચેરી ગાંધીનગરની 10 સિસ્ટમ બંધ થઈ ગઇ (પ્રતીકાત્મક તસવીર)સાયબર હુમલામાં કલેક્ટર કચેરી ગાંધીનગરની 10 સિસ્ટમ બંધ થઈ ગઇ (પ્રતીકાત્મક તસવીર)
સુરતમાં તમામ 2083 એટીએમ બંધ  (પ્રતીકાત્મક તસવીર)સુરતમાં તમામ 2083 એટીએમ બંધ (પ્રતીકાત્મક તસવીર)
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી