તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટી બનવા માટે કંઈ લેવડ દેવડ તો નથી કરી ને : રૂપાણીએ આપ્યા નિમણૂક પત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નવા પસંદ થયેલા 2343 તલાટીઓને નિમણૂંક પત્રો આપ્યા. મહાત્મા મંદિરમાં આ માટે એક ખાસ સમારંભ યોજેલો. ચંપાવત પ્રકરણના કારણે તલાટી ભરતી પ્રક્રિયા ખાસ્સી વગોવાઈ. આનો પડઘો શુક્રવારના સમારોહમાં પડ્યો. ખુદ મુખ્યમંત્રીએ નવી ભરતી પ્રક્રિયા પારદર્શી હોવાનો દાવો કરવો પડ્યો. એટલે સુધી કે તેમણે પોતાના સંબોધનમાં ઉપસ્થિત તમામ તલાટીઓને જાહેરમાં પુછવું પડ્યું કે, તલાટી બનવા તેમણે કોઈ વચેટિયાઓ સાથે લેવડ દેવડ તો નથી કરી નેω

બદલીની ભલામણ માટે ધારાસભ્યોને લઈને ન આવતા

મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા તલાટીઓને ફરજ નિષ્ઠા, સો ટકા હાજરીની સલાહ આપતા કહ્યું કે, જ્યાં પોસ્ટીંગ મળ્યું છે ત્યાં જ ફરજ બજાવજો. બદલીના ચક્કરમાં પડતા નહીં. ધારાસભ્યોને પકડી બદલીની ભલામણ ના લાવતા. આવી જ સલાહ રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો