પાટીદાર સમાજ વિરુદ્ધ ષડ્યંત્રો બંધ કરો : સુરજેવાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: કૉંગ્રેસના મેનિફેસ્ટોમાં અનામત આપવાના મુદ્દે મંગળવારે પાટીદાર સમાજની 10 અગ્રણી સંસ્થાએ વિરોધ કર્યો હતો, જેમાં પાટીદાર અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટના વકીલ હરિશ સાલ્વે પાસેથી લેખિતમાં રદિયો માગ્યો હતો, જેમાં સાલ્વેએ પાટીદાર સમાજને અનામત ન મળી શકે, તેવી જાણ કરી હતી. આ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ ગેરમાર્ગે દોરી રહ્યો છે.

 

જ્યારે પાટીદાર સમાજને અનામતના મળી શકે તેવું લેખિતમાં આપનારા સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. મોદી પાટીદાર સમાજ વિરુદ્ધ ષડ્યંત્ર કેમ કરી રહ્યા હોવાનો પ્રશ્ન સુરજેવાલે પૂછ્યો હતો. સુરજેવાલે જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષે જ આંબેડકરની હાજરીમાં એસસી, એસટી અને ઓબીસી સમાજને અનામત આપી હતી. અમે પાટીદાર સમાજને ગરીબીના આધારે અનામત આપવાના છીએ, અને ગરીબીની નવી વ્યાખ્યા બનાવીને સંવિધાનના શિડ્યુલ 9માં તેનો ઉમેરો પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...