સિવિલ હવે સુરક્ષિત નથી: ધોળા દિવસે ટોઇલેટના 2 નળની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર સિવિલમાં બીજા માળે આવેલા ઓબ્સસ્ટ્રીટ વોર્ડના ટોઇલેટમાં લગાવાયેલા બે નળ ભર બપોરે ચોરી થઇ ગયા છે. સતત દર્દીઓ અને સ્ટાફથી ધમધમતા વિભાગમાં નળની ચોરી થતા સિવિલની સુરક્ષાની પોલ ખુલી ગઇ છે. જ્યારે અગાઉ પણ આજ જગ્યાએથી એક કોમ્પ્યુટરની ચોરી થઇ હતી. આ બાતની જાણ સિવિલ સત્તાધિશોને કરવામાં આવતા હાલ તો આ મુદ્દે જાતે જ તપાસ હાથ ધરી છે.

સિવિલમાં તાજેતરમાં ઓબ્સ સ્ટ્રીટ વોર્ડનુ નવીનીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વોર્ડમાં ચોર ટોળકીનો છાયો પડી ગયો છે. વોર્ડના ટોઇલેટમાં નવા નક્કોર બે નળ લગાવ્યા હતા. પરંતુ આ નળને અજાણ્યા તસ્કરો ચોરી ગયા છે. વોર્ડમાં હાલમા દર્દીઓની અવર જવર ઓછો હોય છે. પરંતુ સ્ટાફ હાજર હોય છે. ત્યારે નળની પણ ચોરી થાય ત્યારે સિવિલની સુરક્ષાની પોલ ખુલી ગઇ છે. ઉલ્લેખનિય છેકે અગાઉ આજ વોર્ડમાથી એક કોમ્પયુટરની ચોરી થઇ હતી. જેનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. કર્મચારીની ફરિયાદને આધારે સિવિલ સત્તાધિશોએ જાતે જ તપાસ હાથ ધરી છે.
 
અન્ય સમાચારો પણ છે...