તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પાપ પોકારે જ, સમાજ હાર્દિકની જાગીર નથી કે તેનો સોદો કરતો ફરે’ : ચિરાગ-કેતનનો પત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલનકારીઓના ટોચના નેતૃત્વ વચ્ચેનો સંઘર્ષ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. ચિરાગ પટેલ અને કેતન પટેલે ગત 22મી ઓગસ્ટના રોજ હાર્દિકને ખુલ્લો પત્ર લખીને તેની કામ કરવાની પદ્ધતિ અને નીતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેના પરિણામે હાર્દિકે આ બન્નેને ‘પાસ’માંથી દૂર કરી દીધા હતા. ફરીવાર ચિરાગ અને કેતને પાટીદાર સમાજને સંબોધતો એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં આરોપ લગાવ્યો છે કે ‘પાસ’ એ હાર્દિક ભરતભાઈ પ્રાઈવેટ લિમિટેડ કંપની બની ચૂકી છે.
‘પાસ’ હાર્દિક ભરતભાઈ પ્રાઈવેટ લિમિટેડ કંપની : ચિરાગ-કેતનનો પત્ર

હાર્દિક પટેલના કહેવાથી કેટલાક લોકો દિલ્હીમાં કોંગ્રેસના આગેવાનો સાથે સમાજને વેચવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હાર્દિકને ચેતવણી છે કે પાપ હંમેશાં છાપરે ચડીને પોકારે છે, સમાજ હાર્દિકની જાગીર નથી કે તેનો સોદો કરતો ફરે. ચિરાગ અને કેતને પત્રમાં આગળ લખ્યું છે કે પાટીદાર આંદોલનની મજબૂતાઈ હાર્દિકના કૃત્યોથી નબળી પડી છે. સમગ્ર આંદોલનને હાર્દિકે એક પારિવારિક આંદોલન બનાવી દીધું છે. અને તેના દ્વારા પાટીદાર સમાજ પાસેથી કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવ્યા છે.

હાર્દિકના કહેવાથી કેટલાક લોકો દિલ્હીમાં સમાજને વેચતા ફરે છે

ત્યારે હાર્દિકને જણાવવા માંગીએ છીએ કે બસ હવે બહુ થયું. જે રવિ હાર્દિકની સંમતિ વિના કોઈ કામ ન કરતો હોય તે લાખો રૂપિયા લેવા માટે કોની ઈચ્છાથી, કોને પૂછીને જાય તેનો જવાબ હાર્દિકે આપવો જોઈએ. રવિ આજે પણ ઉદેપુરમાં 24 કલાક હાર્દિકની સાથે જ રહે છે. હજુ પણ સમય છે કે હાર્દિક પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. પોતાની અંગત જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે સમાજને વેચવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના પિતરાઈએ 30 લાખ રૂપિયા લીધાનો વીડિયો સામે પાટીદાર આગેવાનોમાં રોષ ફેલાયો હતો.

રાજકીય પક્ષોને પણ ખુલ્લી ચેતવણી આપી

ચિરાગ અને કેતને તમામ રાજકીય પક્ષોને પણ પાટીદાર સમાજ વતી ખુલ્લી ચેતવણી આપી છે કે કોઈ પણ પક્ષ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના મત મેળવવા માટેનો કોઈ સોદો હાર્દિક સાથે ન કરે. નહીં તો તેના પરિણામ જે-તે રાજકીય પક્ષોએ ભોગવવા પડશે. ભાજપ સરકારને પણ ચેતવણી આપી છે કે પાટીદાર સમાજને ન્યાય આપે નહિતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહે.
આગળ વાંચો હાર્દિક અને કોંગ્રેસ હિંસા ફેલાવવા માંગે છે: વાઘાણી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો