તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિશંકરની ગુજરાત મુલાકાત, કહ્યું રાહુલ ગાંધી ગીતા ઉપનિષદ વાંચવા લાગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ મહાગઢન બંધન કરી રહ્યો છે, પણ આ મહાગઢન બંધન નથી, પણ ડરનું ગઢબંધન છે. ભ્રષ્ટાચારમાં શંકાના દાયરામાં ફસાયેલા ગાંધી પરિવાર, મુલાયમ-અખિલેશ, માયાવતી, લાલુ પ્રસાદ યાદવ હવે દેશનું ભલું કરવા નીકળ્યા છે તેવો આક્ષેપ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારતને સમજવા માટે હવે ગીતા, ઉપનિષદ અને વેદનું પઠન કરી રહ્યા છે. 

દરમિયાનમાં ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ કરવું કે નહીં તે જે તે રાજય સરકારે નક્કી કરવાનું છે. મોદી સરકારના ત્રણ વર્ષની કામગીરીની માહિતી આપવા ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય માહિતી- તકનીકી ઉપરાંત ન્યાય-કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એવો આક્ષેપ કર્યો હતો કે મોડા મોડા પણ રાહુલ ગાંધીને ભારતને સમજવા ગીતા-વેદ વાંચવાનું સુજ્યું છે. પણ, ગીતામાં લખ્યું છે કે કર્મણ્યે વાંધિકા રસ્તે અર્થાત કર્મ કળ ફળની આશા ન રાખ. રાહુલ ગાંધીએ કર્મ કરવું પડે, જમીન પર સંઘર્ષ કરવો પડે. રાહુલ ગાંધીના કર્મનું ફળ એવું મળ્યું કે ગાંધી પરિવાર જ્યાંથી ચૂંટણી લડેછે  તે યુપીમાં માત્ર સાત બેઠક આવી. 
 
આગળ જુઓ, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...