નર્મદાની કામગીરી માટે રૂ.5784 કરોડની માંગણી સામે કેન્દ્રએ 2572 કરોડ ફાળવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:  રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ નેટવર્કનું કામ એકાદ વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે ત્યારે ડિસેમ્બર-2016ની સ્થિતિએ નર્મદા યોજનાના કેનાલ નેટવર્કનું 37.15 ટકા કામ હજુ પણ બાકી છે. સૌથી વધુ 22577 કિલોમીટરનું સબ માઇનોર કેનાલનું કામ બાકી રહ્યું છે. જ્યારે બ્રાન્ચ કેનાલનું 190 કિલોમીટર, વિશાખા નહેરનું 466 કિલોમીટર અને માઇનોર કેનાલનું 3420 કિલોમીટર મળી કુલ 26653 કિલોમીટરનું કેનાલનું કામ બાકી હોવાનું સરકારે જણાવ્યું છે.

સરદાર સરોવર નર્મદા યોજનાની કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી પણ પુરતા નાણા નહીં મળ્યા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. વર્ષ 2014-15માં રાજ્ય સરકારની 1471.73 કરોડની દરખાસ્ત સામે કેન્દ્ર તરફથી 1033.93, વર્ષ 2015-16માં 1944.85 કરોડની દરખાસ્ત સામે 482.72 અને વર્ષ 2016-17માં 2368.14 કરોડની દરખાસ્ત સામે ડિસેમ્બર 2016 સુધીમાં 1055.53 કરોડની રકમ કેન્દ્ર સરકારે ફાળવી છે.
આગળ વાંચો, ત્રણ વર્ષના ખર્ચનો આંકડો
અન્ય સમાચારો પણ છે...