તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર : કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાંકડા, સોલર લાઇટ નહીં મુકવા નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : મહાપાલિકાની સ્થાયી સમિતિની મંગળવારે મળેલી બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયમાં હવેથી કોર્પોરેટરને મળતી ગ્રાન્ટમાંથી શહેરમાં બાંકડા અને સોલર સ્ટ્રીટ લાઇટ મુકવામાં આવશે નહીં. સ્થાયી સમિતિે સર્વાનુમતે આ નિર્ણય કર્યો તેની સાથે હવેથી કોર્પોરેટરની ગ્રાન્ટની રકમમાંથી મહાપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડી, હેલ્થ સેન્ટર, બગીચા અને રજીસ્ટર્ડ સંસ્થાઓના સ્થળો પર પીવાના પાણી માટેના કુલર અને આરઓ પ્લાન્ટ મુકી શકાશે. દરમિયાન સ્થાયી સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી મહાપાલિકાને સોંપાયેલા સેક્ટરના બગીચાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવા માટેની દરખાસ્તને મંજુર કરી હતી.

-મહાપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં સર્વાનુમત્તે નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા દરેક નગરસેવકને તેના વિસ્તારમાં લોક કલ્યાણના અને માળખાકીય સુવિધાના કામ કરવા માટે રૂપિયા 7 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. નગરસેવક એક વર્ષ દરમિયાન આટલી રકમના ખર્ચ થાય તેટલા કામ સુચવી શકે છે અને પ્રત્યેક વર્ષે સ્થાયી સમિતિ દ્વારા તેના માટે નીતિ નક્કી કરીને કેવા કામ કરવા તે અંગેનો નિર્ણય કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષની ગ્રાન્ટની રકમમાંથી વોટર કુલર અને આરઓ પ્લાન્ટ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જેમાં મહાપાલિકાને માત્ર બદનામી મળી છે તેવા તકલાદી બાંકડા અને સોલર લાઇટના કામ નહીં કરવા નક્કી કરાયું છે.

-મનપાને સોંપાયેલા બગીચાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ બાંધવા મંજુરી

બીજી બાજુ પાટનગર યોજના વિભાગ દ્વારા મહાપાલિકાને સોંપવામાં આવેલા સેક્ટરના બગીચાઓ પૈકીના સેક્ટર 1, 7, 9, 21, 24 અને 27ના બગીચાની ફરતે સુરક્ષાના હેતુસર અને રખડતા ઢોરને પ્રવેશતા અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બાંધવા માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી કરવામાં આવેલી દરખાસ્તને મંજુર કરવામાં આવ્યાનું સ્થાયી સમિતિના ચેરમેનવ મનુભાઇ પટેલે જણાવ્યુ હતું. દરખાસ્તને મેંજુર કરવામાં આવ્યાના પગલે હવે આ કામગીરી કરવા માટે ટેન્ડર બહાર પાડીને કામ કરાવવામાં આવશે.
-બાલોદ્યાન અને સરિતા ઉદ્યાનમાં સમ્પ બનાવાશે
શહેરના ફરવા માટેના બે સ્થળ બાલોદ્યાન અને સરિતા ઉદ્યાનની કાયાપલટ કરવા માટે રૂપિયા 10 કરોડના ખર્ચની યોજના તો શરૂ કરવામાં આવી જ છે. હવે અહીં હરિયાળી જાળવી રાખવા માટે ગટરના શુદ્ધ કરેલા પાણી પાટનગર યોજના વિભાગ દ્વારા પહોંચાડી દેવામાં આવ્યા છે. જેના પગલે ઉદ્યાનની અંદર તેના માટે જરૂરી સમ્પ હાઉસ તથા પાણી સંગ્રહ કરવા માટેની ટાંકીઓ બનાવવા માટે મગાવાયેલા ટેન્ડર પૈકી 25.55 ટકા ઓછા ભાવનું આવેલું ટેન્ડર મંજુર કરાયું છે. આ કામ માટે 14 લાખના ખર્ચનો અંદાજ મુકાયો હતો. જે હવે 10.50 લાખની આસપાસના ખર્ચે થશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો