તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપે હવે જડબાતોડ જવાબ આપવો જોઇએ: ભરતસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: અમરનાથ યાત્રિકો પર આંતકવાદીઓ દ્વારા કરાયેલા નિર્દયી હુમલા સામે માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે ભાજપ સરકારે મગરના આંસુ સારવાને બદલે પક્ષહિતને બાજુએ મૂકી લોકહિતને પ્રાધાન્ય આપીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઇએ તેવી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માગણી કરી હતી. જ્યારે પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે મેટ્રો ટ્રેન માટે વૃક્ષોનું નિકંદન કાઢનાર ભાજપ સરકારે છેલ્લા દસ વર્ષમાં કેટલા વૃક્ષો ઉછેર્યા તેની યાદી જાહેર કરે તેવી માગણી કરી હતી.
  
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમરનાથના મૃતકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે એ‌વો આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકાર અત્યાર સુધી સૈનિકો ઉપર નિર્મમ હુમલા કરવામાં આવે છે ત્યારે શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓએ હુમલો કરીને હિન્દુત્વના પાયા ઉપર ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભાજપ અને એન.ડી.એ.સરકાર વિદેશ અને સંરક્ષણ નીતિમાં નિષ્ફળ ગઇ હોવાનો આ બોલતો પુરાવો છે. આવા સંજોગોમાં સરકારે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જોઇએ.
અન્ય સમાચારો પણ છે...