તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ક્ષત્રિયોએ માથાં આપવાની નહીં વધારવાની જરૂર છે’: આઈ. કે. જાડેજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યમાં હાલના સમયમાં પાટીદાર, ઓબીસી અને દલિત સમાજના આંદોલનો ચાલી રહ્યાં છે. આ સ્થિતિમાં ક્ષત્રિય સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય વજન વધારવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેના અનુસંધાને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ. કે. જાડેજાના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 10 હજાર ક્ષત્રિયોની હાજરીમાં રાજપૂત ગૌરવ સંમેલન યોજાઈ ગયું.
વર્તમાન યુગમાં ક્ષત્રિયોએ પોતાનું માથું આપી દેવાની જરૂર નથી
આ સંમેલનમાં સરકારમાં મંત્રી તરીકે કાર્યરત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને જશાભાઈ બારડનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ આઈ. કે. જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વર્તમાન યુગમાં ક્ષત્રિયોએ પોતાનું માથું આપી દેવાની જરૂર નથી પરંતુ સમાજને સંગઠિત કરીને રાજકીય કદ વધારવા માટે માથાઓ વધારવાની જરૂર ચોક્કસ પણે છે.
સમાજે પણ એવો તાપ ઊભો કરવો જોઈએ જેની બધા જ નોંધ લે
આઈ. કે. જાડેજાએ પોતાના સંબોધનમાં ક્ષત્રિયોને ‌વિવિધ શાખને ભૂલીને એકતા કેળવવા માટે અપીલ કરી. જાડેજાએ જણાવ્યું કે હાલ પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ એક થાય અને રાજકીય તાકાત ઊભી કરે તે ખૂબજ જરૂરી છે. સમાજના વિકાસમાં આગની જરૂર નથી હોતી પરંતુ તાપની જરૂર હોય છે. સમાજે પણ એવો તાપ ઊભો કરવો જોઈએ જેની બધા જ નોંધ લે.
કાઠી અને કારડિયા રાજપૂત સમાજ પણ જોડાયા
આ પ્રસંગે સન્માનિત થયેલા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે એક વર્ષથી રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિમાં સમાજે જે ભૂમિકા ભજવી તેમાં સમાજની ઊંચાઈ વધી છે. આ સ્થિતિમાં સમાજ મારી સાથે રહ્યો તેનું હું ઋણ સ્વીકાર કરું છું. રાજપૂત સમાજ ગુજરાત દ્વારા આયોજિત આ સંમેલનનો હેતુ ગુજરાત રાજપૂત-ક્ષત્રિય સમાજને ગૌરવ અપાવે તેવા ભાજપ સરકારમાં અતિ મહત્વના ખાતાઓ સંભાળનારા આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવાનું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી અને કારડિયા રાજપૂત સમાજ પણ જોડાયા હતા.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો