તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી જીતવા ભાજપ બેબાકળો બન્યો છે : વર્ષાતાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: કલોલમાં કોંગ્રેસની બુથ મેનેજમેન્ટ બેઠક યોજાઇ હતી. ગુજરાતના સહ પ્રભારી શ્રીમતી વર્ષાતાઈ ગાયકવાડે ફક્ત કલોલ બેઠક જ નહી પણ જિલ્લાની પાંચેય બેઠકો પર પોતાની વગ વાપરવા કાર્યકરોને જણાવ્યું હતું.ભાજપના શાસનમાં ગુજરાતનો એક પણ સમાજ ખુશ નથી બલ્કે સમગ્ર ગુજરાતના તમામ ક્ષેત્રના લોકો ખેડુતો, નાગરિકો, કર્મચારીઓ, શ્રમજીવીઓ, ખેતમજુરો, વિદ્યાર્થીઓ, યુવાનો ઉપરાંત  દલિત,પાટીદાર,ઓ.બી.સી.,મુસ્લિમ,આદીવાસીઓ તમામ લોકો આજે કપરી યાતનાઓ ભોગવી રહ્યા છે. ભાજપના ભ્રમિત અને ભયાનક ચહેરાથી ડરી રહયા છે. ચૂંટણીઓ જિતવા બેબાકળો બનેલો ભાજપ પ્રજાને છેતરી રહયો છે.
 
ગુજરાત કહે છે કોંગ્રેસ આવે છે ના સૂત્રને સાર્થક કરી નવસર્જન ગુજરાતના લક્ષ્યને પરિપૂર્ણ કરવા ગુજરાતની ૨૬ લોકસભા નિરિક્ષકો અને ૧૮૨ વિધાનસભા નિરિક્ષકોની નિમણૂકો કરીને બુથ મેનેજમેન્ટ અંગે માઈક્રોપ્લાનીંગ કરીને ચૂંટણી લક્ષી કામગીરી શરુ કરી દીધી છે. આગામીવિધાનસભાની ચૂંટણીનાં જગને જીતવા પિરામિડ હોટલ, ચિરાગ સિનેમા પાસે કલોલમાં સંમુલન યોજાયુ હતુ. જિલ્લાના તમામ કોંગી આગેવાનો હાજર રહ્યા હતા. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આવકાર પ્રવચન કરીને સૌ કોંગ્રેસ કાર્યકરોને કોંગ્રેસના જ્વલંત વિજય માટે કામે લાગવા હાકલ કરી હતી. 
 
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં કલોલ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ કલોલ વિધાનસભાની બેઠક જીતવા માટે સકારાત્મક સૂચનો કર્યા હતા. પંચાયતોમાં પ્રજાએ આપેલા જન આર્શિવાદથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યો  કર્યા છે. કાર્યકરો જ કોંગ્રેસની જીતનો મુખ્ય આધાર હોવાનું જણાવીને બુથ સુધીકાર્યક્ષમ કામગીરી કરવા કાર્યકરોને શીખ આપી હતી. આ કાર્યક્રમમા મોટી સંખ્યમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...