તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ-બાયડ રોડ મામલે MLA મેદાનમાં, સરકાર સામે મોરચો માંડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : દહેગામ બાયડને જોડતો 44 કિમીનો રોડ સાવ બિસ્માર થઇ ગયો છે. જે વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. તાજેતરમાં દહેગામથી ભૂડાસણ સુધીના 22 કિમીના રોડના કાયાપલટના કામને સરકારે મંજુરી આપી દીધી હતી. જ્યારે બાયડ તાલુકાની હદથી 22 કિમીના રોડને પોતાની હાલત પર છોડી દેવાતા બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ સોમવારથી સરકાર સામે મોરચો માંડ્યો છે અને સરકારની નીતિઓને અંગ્રેજો સાથે સરખાવી હતી. બાયડની હદના 22 કિમીના રોડને દવા કરી સાજો કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી.
સરકારે અંગ્રેજો જેવી નીતિ અપનાવી માત્ર દહેગામની હદનો 22 કિમી રોડ મંજૂર કર્યો

દહેગામથી બાયડ જતો માર્ગ અત્યંય દયનિય સ્થિતિમાં આવી ગયો છે. રોજના અસંખ્ય ડમ્પર સહિતના મોટા મોટા વાહનો પસાર થઇ રહ્યા છે. ત્યારે વિધાનસભાના સત્રમાં બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ ધારાસભ્યએ રોડને નવો બનાવવાની રજૂઅાત કરી હતી. ત્યારે માર્ગ અને મકાન મંત્રીએ રોડ વાહન ચાલકો માટે યોગ્ય ગણાવ્યો હતો. ચોમાસા બાદ સ્થિતિ અત્યંત ખરાબ થઇ જતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દહેગામ ગ્રામ્યની ચીમકી પગલે કામ મંજૂર

44 કિમીના રોડમાં 22 કિમીનો રોડ દહેગામ અને 22 કિમીનો બાયડની હદમાં આવે છે. ત્યારે દહેગામ તાલુકાના ગામડાના લોકોએ રોડને નવો બનાવવા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે નીતિન પટેલે તાત્કાલિક ધોરણે રૂ. 39 કરોડ ફાળવ્યા હતાં. જેનંુ કામ આગામી સમયમાં શરૂ થવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ બાયડની હદના 22 કિમીના રોડને મંજુરી આપી ન હતી.

દહેગામનો રોડ રજૂઆત બાદ મંજૂર થયો છે

દહેગામના ધારાસભ્ય કામિનીબા સાથે વાત કરતા તેમણે કહ્યું કે દહેગામની હદનો 22 કિમીના રોડને લઇને રજૂઆત કરાઇ હતી. ત્યારે તેને મંજુર કરી દેવાયો છે. સોમવારે બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...