તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિ્વટર ફિયાસ્કો: CMOમાંથી કન્સલ્ટન્ટની પણ હકાલપટ્ટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનો સીધો જવાબ આપનાર પ્રથમ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને પ્રસિદ્ધિ અપાવવાને બદલે સમગ્ર કાર્યક્રમનો ધબડકો વાળીને છબી ખરડાય તેવી સ્થિતિનું સર્જન કરવા બદલ જવાબદાર સીએમઓના ખાનગી કન્સલ્ટન્ટ પીયૂષ મિશ્રાને આખરે રવાના કરી દેવામાં આવ્યા છે. મિશ્રાને હજુ બે અઢી મહિના અગાઉ જ સીએમઓ દ્વારા રોકવામાં આવ્યા હતા.

આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સચિવ અજય ભાદૂએ ટિ્વટર, વ્હોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે લાખો રૂપિયાનું પેકેજ આપીને ખાનગી કન્સલ્ટન્ટ તરીકે પીયૂષ મિશ્રાને રોક્યા હતા. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેમના સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ પણ ભાદૂ અને મિશ્રા સંભાળતા હતા અને તેના ભાગરૂપે જ ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પરંતુ કાર્યક્રમની શરૂઆતમાં જ લાઇવ ટેલિકાસ્ટ થઇ શક્યું ન હતું અને ગુજરાત સીએમ મિસિંગનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો હતો. તે પછી પણ પ્રશ્નોના જવાબ આપવામાં પણ ધબડકો થયો હતો. આ ઘટનાક્રમની સીએમએ ગંભીર નોંધ લીધી હતી. ભાદૂની બદલી તો ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમના 24 કલાક પહેલા જ થઇ ગઇ હતી પરંતુ હવે તેમના કન્સલ્ટન્ટની પણ હકાલપટ્ટી થઇ છે.
અન્ય સમાચારો પણ છે...