વાઘેલાની ટકોર પર અશોક ગેહલોતનો વળતો પ્રહાર, કોંગ્રેસ ક્યારેય ખાડામાં નહીં પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:  ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે બોલાવેલા સંમેલનમાં તૈયારી વગર ચૂંટણી લડીને તમારે ખાડામાં પડવું  હોય તો પડો, મારે પડવું નથી તેવી ટકોર કરી હતી. તેમની આ ટકોરનો જવાબ આપતા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય ખાડામાં નહીં પડે, કોંગ્રેસ માટે આખા દેશમાં ક્યાંય ખાડો નથી. અમદાવાદની પ્રદેશ કાર્યાલય પર વિધાનસભા, લોકસભાના નિરીક્ષકોને સંબોધન કરતા પ્રભારી અશોક ગેહલોતે શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતેના સંમેલનમાં જે બોલ્યા હતા તેનો કડકાઇભર્યો જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસમાં એકમાત્ર હાઇકમાન્ડ સોનિયા ગાંધી છે, પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સર્વોપરી છે.કોઇપણ ગમે તેટલા ધમપછાડા કરે, અમારે જ કરવું હશે તે જ કરીશું. અત્યારે મુખ્યમંત્રીના ઉમેદવાર ભરતસિંહ સોલંકી પણ નથી અને શંકરસિંહ વાઘેલા પણ નથી, હજુ પણ કહું છું કે કોઇ ત્રીજો વ્યકિત પણ મુખ્યમંત્રી બની શકે છે અને આ નિર્ણય વિધાનસભાની ચૂંટણી પૂરી થાય પછી જ હાઇકમાન્ડ લેશે.
 
મીરા કુમારનું આગમન, આજે ગાંધીઆશ્રમ જશે
 
યુપીએના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર મીરા કુમાર રાત્રે આઠ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું સ્વાગત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યું હતું. મીરા કુમાર સવારે નવ કલાકે ગાંધીઆશ્રમ જશે, સવારે સવા દસ કલાકે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર જઇને ધારાસભ્યોને મળશે.
અન્ય સમાચારો પણ છે...