તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામનું ડેલીગેશન મોટેરાની શાળાથી અભિભૂત, સ્કુલની સુવિધા જોઈ દંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરાય છે. રાજ્યના આઇએએસ, આઇપીએસને શાળામાં જઇને શિક્ષકોનુ મુલ્યાંકન કરવા આદેશ કરાય છે. સમગ્ર દેશમા ગુજરાત મોડલ પ્રમાણે અન્ય રાજ્યો કામગીરી કરી રહ્યા છે. ત્યારે આસામનુ ડેલીગેશન રાજ્યમાં શિક્ષણની માહિતી મેળવવા બે દિવસ માટે આવ્યું હતું. મોટેરાની સ્વસ્તિક શાળાને જોઇને અભિભૂત થઇ ગયું હતું. શાળાની કામગીરી જોઇને ટીમના સભ્યો દંગ રહી ગયા હતાં.

બે દિવસ રાજ્યમાં રોકાઇને વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી

ગુજરાતની શિક્ષણ નીતિને જોવા માટે આસામનુ ડેલીગેશન બે દિવસ તા 19 અને 20 રાજ્યનુ મહેમાન બન્યું હતું. પ્રથમ દિવસે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રેજન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી માહિતી બતાવવામાં આવી હતી. 20મીના રોજ ડેલીગેશન દ્વારા જિલ્લાની એક માત્ર મોટેરાની સ્વસ્તિક માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યારે બપોર બાદ દહેગામ તાલુકાની આંત્રોલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડે કહ્યું કે મોટેરાની માધ્યમિક શાળાની મુલાકાત લેતા જ ડેલીગેશન દંગ રહી ગયું હતું. શાળામાં સોલર લાઇટ દ્વારા તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો ચાલતા હોવાથી અભિભૂત થઇ ગયા હતાં. શાળામાં વિદ્યાર્થીઓ માટે આરઓનુ પાણી સહિતની સુવિધાથી ખુબ જ ખુશ થયા હતાં. ડેલીગેશને આસામની શિક્ષાની ચર્ચા કરી હતી. રાજ્યના શિક્ષણ પ્રધાનની મુલાકાત લઇને કામગીરીની માહિતી મેળવી હતી.

આગળ વાંચો ગુજરાતના ગુણોત્સવ-પ્રવેશોત્સવને આસામ રાજ્ય અપનાવશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો