શિવભક્ત અર્જુન જ્યારે પૂજા કરી રહ્યા હતા ત્યારે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર પાસેના ઉવારસદ ગામમાં પૌરાણિક જૂના અંતરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં 5 હજાર વર્ષ પહેલા દ્વાપર યુગમાં શિવ ભક્ત અર્જુને અંતરેશ્વર મહાદેવની પૂજા કરી હતી. પુજા દરમિયાન અહીંથી સ્વયંભૂ શિવલીંગ પ્રગટ થયુ હતું. ઉવારસદ ગામના મંદિરના સ્વયંભૂ શિવલીંગના દર્શને દુરથી નાગરિકો આવે છે.ગામના આશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, 5 હજાર વર્ષ પહેલા દ્વાપર યુગમાં ઉમાનગરી તરીકે ગામ હતું. જે આજે ઉવારસદ નામે ઓળખાય છે. તે સમયે ઉવારસદ ગામામાં પાંડવ પુત્રો અર્જુન અને ભીમ ગાયો ચરાવવા આવ્યા હતાં.
 
ઉવારસદના અંદરેશ્વર મંદિરે ભક્તોનો ભારે ધસારો
 
અર્જુન પ્રખર શિવ ભક્ત હોવાથી નિયમિત શિવલીંગની પૂજા કરતા અર્જુનને તે સમયે શિવલીંગ ન મળતાં ત્રણ દિવસના ઉપવાસ કરવા પડ્યા હતાં. ભાઇ ભીમ પણ સાથે હતાં. ભાઇ ભીમને ત્રણ દિવસના ઉપવાસ સહન ન થતાં જંગલમાં જઇને માટીની લોટી ઉંધી પાડીને આવ્યા બાદ અર્જનને કહ્યુ કે જંગલમાં હું શિવલીંગ જોઇને આવ્યો છું માટે ભાઇ પૂજા કરી આવ. ત્યાર પછી અર્જુન શીવલીંગ પૂજા કરવા ત્યાં ગયો અને પૂજામાં વ્યસ્ત અર્જુની ભક્તિ જોઇને ત્યાં સ્વયંભૂ અંતરેશ્વર મહાદેવ પ્રગટ થયા હતાં.
 
અન્ય સમાચારો પણ છે...