તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપોલો દુષ્કર્મ કેસના આરોપી તબીબ અને સર્વન્ટની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : બહુ ચર્ચિત બની ગયેલા એપોલો હોસ્પિટલના તબીબ અને સર્વન્ટ દ્વારા સારવાર લઇ રહેલી યુવતિ ઉપર દુષ્કર્મ કરવાની બનાવમાં બંને આરોપીઓની અડાલજ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે. જ્યારે ગુરૂવારે આરોપીઓનુ સુઘડ પીએચસી સેન્ટરમાં મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.

આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવાયા

એપોલો હોસ્પિટલમાં 19 વર્ષિય યુવતી પર દુષ્કર્મ ગુજારનાર ડૉ. રમેશ ચૌહાણ અને ચંદુ ઉર્ફે ચંન્દ્રકાન્ત વણકર સામે અડાલજ પોલીસમાં યુવતિના પરિવારજનો દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં અડાલજ પોલીસના પીઆઇ કેકે પંડ્યા અને તેમની ટીમ દ્વારા યુવતિ સમક્ષ બંનેની ઓળખ પરેડ કરાવી હતી. ત્યારે યુવતિએ તબીબ અને સર્વન્ટને ઓળખી બતાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે સીસીટીવી ચેક કરવાની કામગીરી શરૂ કરી

એપોલો દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.જેમનો મેડીકલ રીપોર્ટ કરાયો છે. બીજી તરફ એકાદ દિવસમાં સીસીટીવી ફૂટેજનીસ તપાસ પણ પૂર્ણ કરવામા આવશે. 19 વર્ષિય યુવતિ ઉપર એપોલો હોસ્પિટલમાં તબીબ અને સર્વન્ટ દ્વારા રેપ કરવાની ફરિયાદ બાદ પોલીસે યુવતિનુ મેડીકલ ચેક અપ કરાવ્યું હતું. પરંતુ હજુ સુધી રીપોર્ટ આવ્યો નથી.
અન્ય સમાચારો પણ છે...