તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM નરેન્દ્ર મોદીની ગોલ્ડ સ્કીમ : એક પણ ગુજરાતી સાંસદે રોકાણ નથી કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ મહત્ત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ શરૂ કરી છે, પરંતુ સવા કરોડના દેશમાં હાલ આ યોજનામાં માત્ર 105 ડિપોઝિટર બન્યા છે અને કુલ 2890 kg જેટલુ સોનુ ભેગુ થયુ છે. જેમા પણ અડધાથી વધારે સોનું તો ભારતના સમૃદ્ધ મંદિરોનું છે. ભારતાના લોકો પાસે કુલ 2,23,53031 kg જેટલુ સોનું છે. દેશની વાત તો બરાબર છે પણ મોદીની પોતાની પાર્ટીના ગુજરાતના એક પણ સાંસદે આ યોજનામાં રોકાણ કર્યું નથી. 14ને તો આ સ્કિમની જ જાણ નથી. ભાસ્કરે જ્યારે ગુજરાતના સાંસદો સાથે આ મુદ્દે વાત કરી, એક પણ સાંસદ સોના વગરના નથી. મોટા ભાગના સાંસદોએ તો પોતાની પાસે સોનું હોવાની જ વાત નકારી દીધી.

રાજ્યના 26માંથી 14 સાંસદોને તો સ્કીમની પણ જાણ નથી

વધુમાં 26માંથી 14 સાંસદોને તો આ યોજના વિશે કોઇ પણ જાણકારી જ નહોતી અને બાકીના 7 સાંસદોને જાણકારી હોવા છતા પણ તેઓએ આ યોજનામાં પોતાના સોનાનું રોકાણ કર્યું નથી. જેમાં પરેશ રાવલ, મોહન કુંડલીયા, જયશ્રી પટેલ, હરી ચૌધરી, રામસિંહ રાઠવા, સી.આર.પાટીલ, રાજેશ ચુડાસમા જેવા સાંસદો સામેલ છે. બાકીના 5 સાંસદોને અવારનવાર સંપર્ક સાધવા છતાં તેઓએ બહાના કાઢી વાત કરવાનું ટાળ્યું હતું.

શું કહે છે મહેસાણાના સાંસદ જયશ્રી પટેલ

જયશ્રી પટેલ, મહેસાણા કહે છે કે “આ યોજના વીશે લોકોને જાણકારી આપી હતી પણ મે આ યોજનામાં રોકાણ કર્યું નથી,મારા પાસે યોજનામાં રોકાણ ન કરવાનું કોઇ જ કારણ નથી”.
મોહન કુંડલીયા, રાજકોટ કહે છે “ મે રોકાણ કરવા ફોર્મ પણ ભરી લીધુ છે, મારી પત્ની ને સોનાની અવી કોઇ ચિંતા છે નહિં, નરેન્દ્ર ભાઇની યોજના છે એટલે આપણે તો સોનાનું રોકાણ કરીશું જ.’

લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી

રંજન ભટ્ટ્ અને ભારતી શ્યાળ, વડોદરા અને ભાવનગર જેમના પાસે 0.64 અને 0.23 kg સોનું છે, તેઓ બન્નેનું એક સરખુ કહેવુ હતુ કે તેઓ પાસે લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી, જો તેઓ પાસે હોત તો તેઓ ચોક્કસ આ યોજનામાં રોકાણ કરતા. લોન્ચ વખતે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે જી.એમ.એસ દ્વારા સોનાને ભારતાનું એક ઉત્પાદક એસેટ તરીકે બદલી દેવામાં આવશે પણ સરકારની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. જી.એમ.એસ સ્કિમ ભારતમાં બહુ ચાલી નહિં.
આગળ વાંચો ક્યા સાંસદ પાસે વધુ સોનું, સાંસદને લોકોમાં ટીકાપાત્ર બનવાનો ડર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો