તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ ગુજરાતમાં અંગદનો પગ, તે કોઈ હટાવી નહીં શકે: અમિત શાહનો હુંકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંચાયતોમાં હારથી હતાશ કાર્યકરોને પાનો ચડાવવાનો શાહનો પ્રયાસ

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ‘દીલ્હીમાં જ્યારે ગુજરાતના કાર્યકરોને મળતી વખતે તેમનામાં હતાશા, નિરાશા અને ચિંતાના ભાવ જોવું છું ત્યારે મારે તમને સૌને એટલુંજ કહેવાનું છે કે ‘ભાજપ એ ગુજરાતમાં અંગદનો પગ છે, તેને કોઈ હટાવી નહીં શકે. ગુજરાત ભાજપનો ગઢ હતો, છે અને રહેશે.’

અમિત શાહે કાર્યકરોને જણાવ્યું કે ‘ આજે ભાજપના કાર્યકરોને નિરાશ જોઉં છું ત્યારે સવાલ થાય છે કે તે નબળો તો નથી પડ્યો ને’ શાહે કાર્યકરોને પાનો ચડાવતા કહ્યું કે આજે હું નારણપુરાની સંઘવી હાઈસ્કુલના બુથ ઈન્ચાર્જ તરીકે આપની સમક્ષ આવ્યો છું. ગુજરાત ભાજપનું સંગઠન દેશભરમાં ઉત્કૃષ્ટ સંગઠનું ઉદાહરણ છે. ભાજપનો કાર્યકર ફીનીક્સ પક્ષી જેવો છે. થોડો પરાજય મળે તો વધારે પરિશ્રમી બનીને બહાર આવે છે. બધું ખંખેરીને 2017માં ફરીથી વિજય મેળવવાનો છે.

નાના-મોટા તમામ મતભેદો ખંખેરી નાખો તેવી વિનંતી છે. કદાચ પાટીદાર આંદોલન પ્રત્યે ઈશારો કરતા શાહે જણાવ્યું કે ભાજપ એ કરેલું એક પણ આંદોલન રાજકીય આંદોલન ન હતું. ભાજપએ હંમેશા દેશને સુરક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ કરે તેવી નીતિના અમલીકરણ માટે આંદોલનો કર્યા છે. આથી જય-પરાજયની કોઈ અસર ભાજપના કાર્યકરો પર ન થાય.’

અમિત શાહે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ‘ગુજરાત એ ભાજપના વિચારોની પ્રયોગશાળા છે. ભાજપનું ગુજરાતમાં જીતવું એ ફક્ત પાર્ટી માટે જ નહીં પરંતુ દેશ માટે પણ ખૂબજ જરૂરી છે. પંચાયતોના પરિણામો ચિંતાજનક છે. જ્યાં આત્મ ચિંતનની જરૂરત છે ત્યાં ચોક્કસ કરીશું. જ્યાં સુધારા કરવા જેવા હશે ત્યાં કરીશું. વિજય રૂપાણીની આગેવાનીમાં પ્રદેશની નવી ટીમ બનશે. જીલ્લાની ટીમો જે બાકી છે તે બની રહી છે. ત્યારે ગમા-અણગમા, નિરાશાને કોરાણે મૂકીને 2017માં વિજયની તૈયારી કરો તેવી પ્રાર્થના છે.’

અમિત શાહે કાર્યકરોને સુચના આપી કે ‘દર 15 દિવસે લોકોની વચ્ચે જવું જોઈએ. કેન્દ્રની મોદી સરકારે આજ સુધી કરેલા લોકોપયોગી કાર્યોને તેમજ રાજ્યની આનંદીબેન સરકારના કાર્યોને લોકો સુધી પહોંચાડવા જોઈએ. આજે કેન્દ્રની મોદી સરકારે સાબિત કરી દીધું છે કે આપણી પ્રાથમિકતા સિમાની સુરક્ષાની છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પંચાયતોની હારથી ભાજપના કાર્યકરો હતાશ: વિજયરૂપાણી
અન્ય સમાચારો પણ છે...