તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકન કોર્નર: અભ્યાસ કરવા US જનારા માટે અમદાવાદમાં સલાહ કેન્દ્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : અમેરિકાની યુનિવર્સટીઝમાં પોસ્ટ અને અન્ડર ગ્રેજ્યુએશનના કોર્સ માટે જતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. અમદાવાદમાં ‘અમેરિકન કોર્નર’નો ફરીથી આરંભ થઈ રહ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ માટેની ફરજિયાત ટેસ્ટની સુવિધાથી માંડી સ્ટુડન્ટ વીઝા મેળવવા જરૂરી અને સત્તાવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટીના ‘એજ્યુકેશન યુએસએ’ દ્વારા અમેરિકાની ભારત ખાતેની કોન્સ્યુલેટ જનરલના પ્રોત્સાહનથી ‘અમેરિકન કોર્નર’ શરૂ કરાઈ રહ્યું છે.

13 કે 14 સપ્ટેમ્બરે ઉદઘાટન

13 અથવા 14 સપ્ટેમ્બરે આ સેન્ટરનું ઉદ્ઘાટન થશે. એજ્યુકેશન યુએસએના તેજલ વસાવડાના જણાવ્યા મુજબ, આ સેન્ટરમાં અમેરિકાની તમામ અધિકૃત સ્કૂલ્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ સેન્ટરમાં અમેરિકાની કૉલેજીસમાં પ્રવેશની પૂર્વ શરતરૂપે લેવાતી એસએટી, જીઆરઈ, ટોફેલ, આઈલેટ્સ જેવી ટેસ્ટમાં એપીયર થઈ શકાશે. અહીં આવા ઓનલાઇન ટેસ્ટ માટે જરૂરી કમ્પ્યુટર્સની વ્યવસ્થા છે.

ટેસ્ટથી માંડી સ્ટુડન્ટ વિઝા અંગે માર્ગદર્શન ‘અમેરિકન કોર્નર’માં મળશે

2004માં એએમએ ખાતે મર્યાદિત સ્વરૂપમાં ‘અમેરિકન કોર્નર’ શરૂ કરાયું હતું, પણ 4 વર્ષ પહેલાં તે બંધ કરી દેવાયું હતું. હવે નવા સ્વરૂપે સીજી રોડ નજીક આવેલા સન સ્ક્વેરમાં આ સેન્ટર શરૂ થશે. અહીં અમેરિકાની સંસ્કૃતિ, રાજકારણ, સામાજિક પ્રવાહોથી માંડી ત્યાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીએ જાણવી તમામ જરૂરી બાબતોથી વાકેફ કરવાની વ્યવસ્થા હશે. વિશાળ લાઇબ્રેરી, સેમિનાર, વેબિનાર અને ગ્રૂપ ડિસ્કશનની પણ સુવિધા રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો