દહેગામ: ખુલ્લા વાતાવરણમાં દેશભરના કલાકારો નિખારી રહ્યાં છે પોતાનું ટેલેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ: ગાંધીનગર જિલ્લાનાં દહેગામ રોડ પર અખિલ ભારતીય માનવ વિકાસ સંસ્થાની ચીકુવાડી ખાતેનાં નૈસર્ગિક વાતાવરણમાં દેશભરનાં જુદા-જુદા રાજ્યોના અઢાર જેટલા કલાકાર ઓલ ઇન્ડિયા પેઇન્ટીંગ એન્ડ સ્કલ્પચર રેસિડેન્સીમાં પોતાની કળાનું ટેલેન્ટ નિખારી રહ્યા છે. દહેગામ નજીક ગાંધીનગર રોડ પર આવેલ ચીકુવાડી ખાતે તા.૩ થી ૧૨ માર્ચ સુધી ચાલનાર પેઇન્ટિંગ એન્ડ સ્કલ્પચર રેસિડેન્સીને દહેગામ રેસિડેન્સીનું નામ અપાયુ છે. અખિલ ભારતીય માનવ વિકાસ સંસ્થાનાં રવિન્દ્ર મરડીયાએ જણાવ્યુ હતુ કે દેશભરનાં કલાકારોને તેમની કલા ઉજાગર કરવા માટે સારૂ વાતાવરણ મળી રહે તે માટે ચીકુવાડી ખાતે દહેગામ રેસિડેન્સીનું આયોજન કરાયુ છે.
 
કલાકારો પોતાની કલાકૃતિઓ તૈયાર કરી રહ્યા છે
 
દહેગામ રેસિડેન્સીમાં નાગપુર, લખનૌ, બેંગાલુરૂ, મુંબઇ, રાયપુર, જયપુર, અલ્હાબાદ, કોલકત્તા, અમદાવાદ અને વડોદરાના અઢાર જેટલા પેઇન્ટીંગ અને સ્કલપચર ના કલાકારો પોતાની કલાકૃતિઓ તૈયાર કરી રહ્યા છે. જુદી-જુદી જગ્યાએથી આવેલા કલાકારો દહેગામનાં આંગણે નૈસર્ગિક વાતારણમાં કેન્વાસ પર પેઇન્ટિંગ અને કાષ્ટકળા (સ્કલ્પચર) દ્વારા જુદા-જુદા નયનરમ્ય સ્કલ્પચર તૈયાર કરી રહ્યા છે.
 
દહેગામ ખાતે અઢાર જેટલા કલાકરો દ્વારા તૈયાર થનારો કલાકૃતિઓનું આર્ટ ગેલરી
 
અમદાવાદની ગુફા તથા મુંબઇ ખાતે આવેલ ઇન્ટરનેશનલ ક્રીએટીવ આર્ટ સેન્ટર આઇસીએસી ખાતે પ્રદર્શન યોજાશે ભારતના જુદા-જુદા ભાગોમાંથી ખાસ સિલેકશન દ્વારા દહેગામ રેસિડેન્સીમાં આવેલ કલાકારોએ દહેગામની ચીકુવાડી ખાતેનું નૈસર્ગિક વાતાવરણ ખરેખર કલાકાર માટ અનુકુળ અને કલાકારોને પ્રેરણા પુરૂ પાડનાર જણાવ્યુ હતુ. ઓર્ગોનાઇઝર ટીમમાં મિનલ જૈને રેસિડેન્સીના અંતિમ દિવસે તમામ કલાકારોને તૈયાર કરેલ કૃતિઓનું ચીકુવાડી ખાતે પણ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતુ.
 
કુદરતી વાતાવરણ હોવાથી કલાકારની કળા સોળે કલાએ ખીલી ઉઠે છે
 
રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરથી સ્કલપચરની કલાકારે જણાવ્યુ હતુ કે દહેગામ ખાતેનો કેમ્પ ખરેખર રોમાંચક છે. ચીકુવાડી ખાતે ચીકુના થડમાંથી કલાકૃતીને નિખારવાનો રોમાંચ અલગ છે સાથે સાથે કલાકારોનું ગૃપ અને કુદરતી વાતાવરણ હોવાથી એકબીજાના નજીક આવતાં કલાકારીમાં કળા સોળે કલાએ ખિલી ઉઠે છે અહીના કેમ્પનો અનુભવ અવિસ્મરણીય બની રહેનાર હોવાનું પણ જણાવ્યું હતું.
રિતુ શેખાવત - જયપુર
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, નિરવ શાંતિ વચ્ચે હૃદયમાંથી કળા નિકળે છે તે કેનવાસ પર નિખરે છે...
અન્ય સમાચારો પણ છે...